DASADASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO
ખારાઘોડા ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાત્રિ સભા યોજાઈ

તા.07/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

ખારાઘોડા ગામે જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને રાત્રિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રાત્રિસભા દરમિયાન કલેક્ટરએ ગ્રામજનોના પ્રશ્નો અને ફરિયાદોને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા તેમણે તમામ રજૂઆતો પ્રત્યે અત્યંત હકારાત્મક અભિગમ દાખવી, તેનું ત્વરિત અને અસરકારક નિરાકરણ લાવવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી શિસ્તબદ્ધ ચર્ચા અને પારદર્શક વહીવટી સંવાદના આ સંગમે લોકશાહીની ગરિમા વધારવાની સાથે નાગરિકો અને તંત્ર વચ્ચેના વિશ્વાસને વધુ મજબૂત બનાવ્યો છે આ રાત્રિસભામાં ધારાસભ્ય પી. કે. પરમાર, પ્રાંત અધિકારી મિલન રાવ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.



