GUJARAT
સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અગાઉ રખડતાં સ્વાને આતંક મચાવ્યો હતો.હાલ સ્થિતિ જૈસે થે
ફૈઝ ખત્રી...શિનોર શિનોર તાલુકાના સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં રખડતા સ્વાનો જોવા મળ્યા હતા. વાત કરીએ તો થોડા દિવસો અગાઉ સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના કમ્પાઉન્ડ માં રખડતા સ્વાન નો આતંક જોવા મળ્યો હતો. વાત કરવામાં આવે તો થોડાક જ દિવસો પહેલા સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા સ્ટાફ નર્સ ને રખડતા સ્વાને ત્રણ જગ્યાએ બચકા ભરી ઘાયલ કર્યા હતા. જેને લઇ સ્ટાફ નર્સ એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સિક્યુરિટી ની વ્યવસ્થા કરવામાં આવે એવી માંગ કરી હતી.પરંતુ આટલા દિવસો વિતવા છતાં હાલત જેમની તેમજ જોવા મળી હતી.જેને લઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મીઓ સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવતા દર્દીઓ માં પણ રખડતા શ્વાનનો ફફડાટ વ્યાપેલ છે.. સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં કોઈ સિક્યુરિટી ન હોવાના કારણે આજે સાધલી આરોગ્ય કેન્દ્ર માં ફરજ બજાવતા કર્મીઓ ને જાતે હાથમાં લાકડીઓ લઈ કમ્પાઉન્ડ માં સ્વાન ને ભગાડવા માટે ની ફરજ પડી હતી. રખડતાં સ્વાન આરોગ્ય કેન્દ્ર નાં અંદર આવી જતા સ્ટાફ નર્સ દ્વારા આરોગ્ય કેન્દ્ર ના OPD ના મેન મકાન ની જાળી બંધ કરી અંદર રહેવાનો વારો આવ્યો હતો. જ્યારે સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મીઓનો જ આવો હાલ હોય તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવનાર દર્દીઓની શું ? હાલત થતી હશે..એ એક પ્રશ્ન છે. સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં અવર જવર કરવાનો નાનો ગેટ પણ તૂટી ગયો હોય આરોગ્ય કેન્દ્ર માં સ્વાન ગુસી જતા હોય છે જેથી રખડતા સ્વાન ને લઈ કોઈ પણ દર્દી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જતા પણ ડરે છે...








