વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ,તા-૨૩ સપ્ટેમ્બર : ભુજ નાં કુકમા ગામના તલાટી કમ મંત્રી અને વચેટિયા નેં એસીબી ટીમે રૂપિયા બે લાખ ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા અને વધુ એક ની સંડોવણી હોય તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ આ કામના ફરીયાદી નાં કુકમા ખાતે આવેલ મકાનની આકારણી દાખલ કરાવવા માટે ફરિયાદીએ તલાટી કમ મંત્રી વાધસિંહ તેજસિંહ વાધેલા તથા (૨) ઉતમ શિવલાલ રાઠોડ સભ્ય કુકમા જુથ ગ્રામ પંચાયત નો સંપર્ક કરેલો ત્યારે આ તલાટી કમ મંત્રી અને સભ્ય એ ફીરયાદી પાસે આ કામ કરી આપવાના અવેજ પેટે રૂપીયા ચાર લાખ ની ગેરકાયદે સરની લાંચની માંગણી કરેલી અને તે પેટે એડવાન્સમાં પચાસ ટકા લેખે રૂપિયા બે લાખ એડવાન્સ આપવાનો વાયદો આજ નો કર્યો પરંતુ ફરીયાદી આ લાંચ ની રકમ આપવા માંગતા ન હોય ફરીયાદીએ કચ્છ(પશ્વિમ) એ.સી.બી. પોલીસ સ્ટેશન ભુજનો સંપર્ક કરી ફરીયાદ નોંધાવી હતી તે ફરીયાદ નાં આધારે મદદનીશ નિયામક એસીબી બોર્ડર એકમ ભુજ- કચ્છ નાં સુપરવિઝન હેઠળ એસીબી પીઆઇ એલ. એસ. ચૌધરી અને તેમની ટીમે કુકમા ગામના બસ સ્ટેન્ડ પાસે શીવ સાગર નાસ્તા સેન્ટર પાસે વોચ ગોઠવી હતી.જયા આજરોજ ફરિયાદી પાસેથી તલાટી કમ મંત્રી અને સભ્ય નાં કહેવાથી શિવ સાગર નાસ્તા સેન્ટર વારા નિરવ વિજયભાઈ પરમારે ફરીયાદી પાસેથી રૂપિયા બે લાખ ની લાંચ લેતા છટકું ગોઠવી ને વોચ માં રહેલા એસીબીએ તેમને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા.તલાટી કમ મંત્રી અને સભ્ય નાં કહેવાથી શિવ સાગર નાસ્તા સેન્ટર વારા નિરવ કાયમ નાણાં ની લેતી કરતો હતો તેવુ તપાસ માં ખુલ્યું છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધના અભિયાનમાં જોડાયેલા આ કેસના ફરિયાદી અને સફળ ટ્રેપ કરનાર એસીબી ટીમને પરિવર્તન સંકલ્પ સમર્થન સમિતિ મોરબી એ અભિનંદન પાઠવ્યા છે.