BANASKANTHAGUJARATPALANPUR

બનાસકાંઠામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં તાલુકા વાઇઝ મત ગણતરી શરૂ

25 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

ગ્રામ પંચાયત ચૂંટણી ૨૦૨૫,બનાસકાંઠા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં તાલુકા વાઇઝ મત ગણતરી શરૂ ગ્રામ પંચાયત ચૂંટણી ૨૦૨૫ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં કુલ ૩૨૨ ગ્રામ પંચાયત માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં સવારે ૯ વાગ્યાથી મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ છે. જિલ્લાના તમામ ૧૪ તાલુકા મથકો ખાતે મતગણતરી શરૂ કરાઈ છે. બનાસકાંઠામાં ૩૨૨ પંચાયત પૈકી ૩૦૩ ગ્રામ પંચાયત સામાન્ય તથા ૧૯ ગ્રામ પંચાયત ખાતે પેટા
ચૂંટણીની મતગણતરી શરૂ કરાઈ છે. જિલ્લામાં સામાન્ય ચૂંટણીની ૩૦૩ પંચાયત ખાતે જિલ્લામાં સરેરાશ કુલ ૮૩.૫૦ ટકા મતદાન નોંધાયું હતું જ્યારે ૧૯ પેટા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ કુલ ૬૩.૨૪ ટકા મતદાન નોંધાયું હતું.
જિલ્લામાં આજરોજ મત ગણતરીમાં ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી, મત ગણતરી સ્ટાફ, પોલીસ જવાનો સહિત કુલ ૧૮૦૦ થી વધુનો સ્ટાફ મતગણતરીમાં ફરજ બજાવી રહ્યો છે. જિલ્લામાં પાલનપુર તાલુકા માટે માયનિંગ બ્લોક,સરકારી ઇજનેરી કોલેજ જગાણા ખાતે, વડગામ તાલુકા માટે વી.જે.પટેલ હાઈસ્કુલ વડગામ ખાતે, દાંતા તાલુકા માટે પ્રથમ માળ સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા, અમીરગઢ તાલુકા માટે રૂમ નંબર ૬ થી ૧૨, પગાર કેન્દ્ર શાળા અમીરગઢ, ડીસા તાલુકા માટે ડી.એન.પી ગર્લ્સ પ્રાથમિક વિભાગનું બિલ્ડીંગ, કાંકરેજ તાલુકા માટે રૂમ નંબર ૧૦ થી ૧૪, મોડેલ સ્કૂલ રતનપુરા, ધાનેરા તાલુકા માટે કે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, દાંતીવાડા તાલુકા માટે મોડેલ સ્કૂલ દાંતીવાડા, દિયોદર તાલુકા માટે મોડેલ સ્કૂલ દિયોદર, લાખણી તાલુકા માટે મામલતદાર કચેરી તાલુકા સેવા સદન લાખણી, થરાદ તાલુકા માટે સરકારી વાણિજ્ય અને વિનયન કોલેજ થરાદ, વાવ તાલુકા માટે મોડેલ સ્કૂલ વાવ, સુઈગામ તાલુકા માટે તાલુકા સેવા સદન સુઈગામ, ભાભર તાલુકા માટે મોડેલ સ્કૂલ ભાભર ખાતે મત ગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ છે.

Back to top button
error: Content is protected !!