BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
અંકલેશ્વરમાં અકસ્માતના CCTV:રોંગ સાઈડથી આવતા ટેમ્પાએ બાઈકને અડફેટે લીધું, બાઈક ચાલક ઈજાગ્રસ્ત
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વરના સારંગપુર પાટિયા નજીક 28 ફેબ્રુઆરીએ બપોરના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલી ઘટના મુજબ, રોંગ સાઈડથી આવી રહેલા ટેમ્પાએ સામેથી આવી રહેલી બાઈકને અડફેટે લીધી હતી. આ બનાવમાં બાઇક પર સવાર સ્નેહલ શિરીષ અને મેહુલ વસાવા (બંને રહે. વખતપુરા, ઝઘડિયા) ઇજાગ્રસ્ત થયા હતા.
અકસ્માતના સમયે એક કાર પણ ત્યાંથી પસાર થઈ રહી હતી. ટેમ્પા સાથેની ટક્કરમાં બાઈક ચાલક રોડ પર ફંગોળાઈને પટકાયો હતો. ઈજાગ્રસ્ત બાઈક ચાલકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. રોંગ સાઈડથી વાહન ચલાવવાને કારણે સર્જાયેલા આ અકસ્માતમાં ટેમ્પા ચાલક સામે કાર્યવાહી થઈ શકે છે. હાલ બાઈક ચાલક સારવાર હેઠળ છે.