બાળ મજુરીમાંથી તરૂણ શ્રમિકને મુક્ત કરાવતી ટાસ્ક ફોર્સ.
તરૂણ પાસે બાળ મજુરી કરાવતી સંસ્થા સામે નિયમોનુસાર કાર્યવાહી કરતી ટાસ્ક ફોર્સ.
છોટાઉદેપુર જિલ્લાના મદદનીશ શ્રમ આયુક્તની કચેરી દ્વારા બાળ શ્રમયોગી પ્રથા નાબુદી માટે ટાસ્ક ફોર્સ કમિટી દ્વારની રચના કરવામાં આવી છે. આ કમિટી બાળકોને બાળમજુરીમાંથી મુક્ત કરી સમાજની મુખ્યધારામાં જોડવાની કામગીરી કરે છે.
૦૩ માર્ચ ૨૦૨૫ના રોજ ટાસ્ક ફોર્સ કમિટીને મળેવી માહિતી મુજબ રાઠવા ઓરસલભાઈ પારસિંગભાઈનું ગેરેજ, રાજ ઓટો પાર્ટ્સની સામે અલીરાજપુર રોડ, છોટાઉદેપુર,ખાતે જોખમી વ્યવસાયમાં એક તરૂણ શ્રમિક પાસે કામ કરાવવામાં હતા.ટાસ્ક ફોર્સ સમિતિના સભ્યો દ્વારા પ્રાથમિક પૂછપરછ દરમ્યાન જોખમી વ્યવસાયમાં તરૂણ શ્રમિક હોવાની માહિતી મળી હતું. તપાસ હાથ ધરી તરુણને બાળ મજુરીમાંથી મુક્ત કરાવી બાળ સંરક્ષણ ગૃહ છોટાઉદેપુરને સોપવામાં આવ્યો હતો. તરૂણ શ્રમિક અને તેને કામે રાખનાર સંસ્થાનું નિવેદનો લઈને નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી.
આ સમગ્ર કામગીરીમાં છોટાઉદેપુર સરકારી શ્રમ અધિકારીશ્રી એ.ડી.સેંતા, જિલ્લા બાળ સુરક્ષા એકમમાંથી શ્રી ધર્મેશભાઈ પરમાર, પોલીસ સ્ટેશન છોટાઉદેપુર તરફથી પોલીસ કોન્સ્ટેબલ જીગ્નેશ રાઠવા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી છોટાઉદેપુર તરફથી સહાયક શ્રી ભાવેશકુમાર પરમાર દ્વારા સંસ્થા સામે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે એફ.આઈ.આર સહિતની નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી. તેમ મદદનીશ શ્રમ આયુક્ત છોટાઉદેપુરની યાદીમાં જણાવ્યું હતું.
બ્યુરો ચીફ અંજુમ ખત્રી છોટાઉદેપુર