ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયત અને નગરપાલિકા હસ્તકના ૬૬ તળાવોની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરાઈ*

આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયત અને નગરપાલિકા હસ્તકના ૬૬ તળાવોની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરાઈ*

 

તાહિર મેમણ – આણંદ – 21/08/2026 – આણંદ જિલ્લા ખાતે સરકારની ગામ તળાવ ઇજારા નીતિ-૨૦૦૩ ની જોગવાઈઓને આધારીત ગ્રામ પંચાયત અને નગરપાલિકા હસ્તકના કુલ ૬૬ તળાવોની ટેન્ડર પ્રક્રિયા આણંદ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના અધ્યક્ષસ્થાને મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી દ્વારા આણંદ સ્થિત અનિકેત ખેડૂત નિવાસ ખાતે હાથ ધરાઈ હતી.

 

આ ટેન્ડર પ્રક્રિયામાં આણંદ જિલ્લાના જુદા જુદા તાલુકાઓ અંતર્ગત પેટલાદના ૧૪, ખંભાતના ૧૦, તારાપુરના ૦૨, બોરસદના ૧૦, આણંદના ૧૨, સોજીત્રાના ૦૬, ઉમરેઠના ૦૫ અને આંકલાવના ૦૭ તળાવો માટે હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન બોરસદ તાલુકાના કણભા ગામના તળાવ માટે સૌથી ઊંચી કિંમતના ઓફર ટેન્ડર પ્રાપ્ત થયા હતા. ગામ તળાવની આ હરાજીથી ગ્રામ પંચાયતોને અંદાજીત રૂ. ૫૦,૦૦,૦૦૦/-(પચાસ લાખ) થી વધુની માતબર આવક થનાર છે.

 

જિલ્લામાં ઓફર કિંમત કરનાર સીધા મત્સ્ય ખેડૂતોની સંખ્યા ૧૦૦ કરતાં વધુ છે. જ્યારે મત્સ્ય વેચાણ કરનાર વેપારીઓ, છૂટક મત્સ્યના વેપારીઓ, નેટ મારનાર શ્રમિકો અને મત્સ્ય બિયારણના ખેડૂતો મળીને અંદાજે ૩૦૦ થી વધુ લોકોને આ મત્સ્ય ઉદ્યોગના માધ્યમથી રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે. આ સાથે જ સરકારશ્રીની આઈ-ખેડૂતપોર્ટલ પરની મત્સ્યોદ્યોગની જુદી જુદી યોજનાઓ તેમજ કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) વગેરેનો લાભ પણ તેમને મળી રહેશે.

 

આ ટેન્ડર કમિટીમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (પંચાયત) આણંદ, મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રી, નાયબ પશુપાલન નિયામકશ્રી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમજ આ ટેન્ડર પ્રક્રિયામાં સરપંચશ્રીઓ, તલાટીશ્રીઓ અને અંદાજે ૨૦૦ થી વધુ મત્સ્યખેડૂતો ઉપસ્થિત રહ્યા હોવાનું મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રી બી.પી.ઠક્કરએ એક યાદીમાં જણાવ્યુ છે.

Back to top button
error: Content is protected !!