સમીર પટેલ, ભરૂચ
વાલિયા તાલુકાના વડ ફળીયા ગામના જબૂગામમાં રહેતી 22 વર્ષીય યુવતી અંજના વસાવાએ ગત તારીખ 27મી માર્ચના રોજ રાતે 10 કલાકે ઘરે હતી. તે દરમિયાન કોઈ વ્યક્તિનો ફોન આવતા તે વાતચીત કરતી હતી. જે બાદ થોડીવારમાં અચાનક દોડીને બાથરૂમ ગઈ હતી. ત્યારબાદ એસિડ ગટગટાવી લીધું હતું.
જે બાદ તેણીને ઉલટી અને ગભરામણ થતા તેણે બુમરાણ કરી મુકી હતી. જેથી પરિવારજનોએ પ્રથમ ખાનગી વાહનમાં વાલિયા બાદ વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું ટૂંકી સારવાર દરમિયાન 28મી માર્ચના રોજ 11:30 કલાકે મોત નીપજ્યું હતું.
યુવતીના પાસાથી સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં કદવાલી ગામના અવિનાશ વસાવાએ યુવતી અને તેના માતા-પિતાને માર મારવા સાથે તું મરી કેમ નથી જતી તેવી ધમકી આપીને હેરાન કરતો હતો. જ્યારે પ્રેમી નરેશ પણ ‘તું મરી કેમ નથી જતી’ કેમ કહીં તેને છોડી દેવાની વાત કરીને યુવતીને આત્મહત્યા કરવા મજબુર કરી હતી. બનાવ અંગે વાલિયા પોલીસે પ્રેમી સહિત બે ઈસમો વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મને કોઈ દિવસ જવા ભી ના દે, અને કોઈ જગ્યાએ પૂછ્યા વગર જતી રેતી તો ભી ખીજવાઈ જતા, કોઈની સાથે વાત ભી ના કરવા દે, ને મારી આઈ.ડી. ભી એના મા હેક કરી લીધેલી, અને મે કોઈને મેસેજ કરુ તો હેરાન કરતો અને કહેતો કે મારી સિવાય કોઈની સાથે બોલવુ નહિ એવુ કહેતો અને કોઈની સાથે વાત પણ ના કરવા દે, કોઈ મારી સાથે વાત કરતુ તો તેને પણ ગાળો બોલતો, અને એને તરત જ કહેતો કે, એ મારી જ છે, એની સાથે કોઈએ વાત કરવી નહિ, એની સાથે વાત કરતા લોકોને કહેતો કે, મરી કેમ નથી જતી, એવુ કાયમ કહ્યા કરતો હતો, એટલે મારાથી સહન થયુ નહિ, એટલે મે પછી કંઈક પી ને મરી જાઉ એવુ લાગી આવ્યુ, ને પછી એ એવુ બધાને કહેતો કે, એ ક્યાં મરવાની છે, ફુલનો હાર બુકિંગ કરાવેલો છે, એ કરમાઈ જવાનો છે એવી કહ્યા કરતો હતો,
કહેતો હતો કે મરી કેમ નથી જતી, એવું કહ્યાં કરતો હતો, એણે મારી સાથે એની ઘરવાળીની જેમ સબંધ રાખેલા છે, ને બધાને કહેતો હતો કે, મારી જ છે, કોઈની સાથે બોલવા ના દેતો હતો, એ જેમ મને કહેતો હતો મારે એજ કરવુ પડતું હતું, પછી કહેતો હતો કે, હવે તને નથી રાખવાની, આવુ બધુ કહ્યાં કરે એટલે મે આવુ પગલું ભર્યુ છોકરા વાળો છે તને કોઈ આપશે નહિ, તને બુદ્ધિ આવતી તો આવી જતી, મને આવી બુધ્ધિ પણ એને નહીં આવી, એને સમજવું જોઈએ, કંઈ સમજ્યો નહિ, એની ઘરવાળીની જેમ મારી સાથે સબંધ રાખેલો, ને હવે છોડવાની વાત કરે, એટલે મને ઘણુ જ દુઃખ લાગ્યુ, એટલે મેં આવું કર્યુ, અને મને એના વગર નહિ ચાલે