GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ધી કાલોલ તાલુકા માધ્યમિક શાળા કર્મચારી ધીરાણ સહકારી મંડળી ની ૪૭ મી વાર્ષીક સાધારણ સભા યોજાઈ

 

તારીખ ૦૮/૦૭/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

ગતરોજ ધી એમ.જી.એસ હાઈસ્કુલ ના સરદાર હોલ ખાતે ધી કાલોલ તાલુકા માધ્યમિક શાળા કર્મચારી ધીરાણ સહકારી મંડળી ની ૪૭ મી વાર્ષીક સાધારણ સભા યોજાઈ જેમા પ્રમુખ મનીષભાઈ પટેલ, ઉપપ્રમુખ નારણભાઈ પટેલ,મંત્રી જયંતીભાઈ પટેલ,સહ મંત્રી હિરેનભાઈ વ્યાસ અને સભાસદો હાજર રહ્યા હતા. પ્રમુખ દ્વારા વાર્ષીક અહેવાલ નો ચિતાર રજૂ કરેલ. રૂ ૪.૧૮ કરોડ ની થાપણો અને ૬.૩૧ કરોડ નુ ધીરાણ ધરાવતી આ મંડળીનો નફો રૂ ૧૭.૨૧ લાખ થયેલ છે. ડિવિડન્ડ ૧૦.૫% જાહેર કરવામાં આવ્યું છે.આ પ્રસંગે નિવૃત્ત થયેલ કર્મચારીઓ નુ મોમેંટો આપી સનમાન કરાયુ. જે કર્મચારીઓના સંતાનો ધો ૧૦,૧૨ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ સારા ગુણ લાવ્યા હતા તેઓને પ્રોત્સાહક ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!