વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
આહવા:તા.૦૮–ડાંગ જિલ્લા પેન્શનર મંડળની ૧૬મી વાર્ષિક સાધારણ સભા તારીખ ૧૦/૦૪/૨૦૨૫ ના રોજ ૧૧:૦૦ કલાકે ડાંગ સેવા મંડળ ખાતે યોજવામાં આવનાર છે.
આ બેઠકમાં ગત વાર્ષિક સભાની કાર્યવાહી નોંધને બહાલી આપવા, વાર્ષિક આવક-જાવકના હિસાબો રજુ કરવા, પેન્શન કેસના નિકાલ જેવા વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે. તેમ ડાંગ જિલ્લા પેન્શનર મંડળના પ્રમુખ શ્રી ડી.બી.પાટીલ દ્વારા એક અખબારી યાદિમાં જણાવાયું છે.