GUJARATLIMBADISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

લીંબડીમાં માતા પુત્રની હત્યા કરી ફરાર આરોપીએ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી

તા.01/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

લિંબડીનાં ધંધુકા રોડ ઉપર તલાવડી નજીકની વાડીમાં હત્યારાએ આપઘાત કરી લીધો.

લીંબડીની ભીમનાથ સોસાયટીમાં માતા પુત્રની હત્યા કરી ફરાર આરોપીએ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી છે ડબલ મર્ડરના ફરાર હત્યારાને પોલીસ શોધી રહી હતી ત્યારે આજે વહેલી સવારે લીંબડીના ધંધુકા રોડ પર આવેલી તલાવડી નજીકની વાડીમાં હત્યારા ચિરાગની લટકતી હાલતમાં લાશ મળી હતી આરોપીએ સાયકલ પર ચઢી બોરના ઝાડ પર ગળેફાંસો ખાઈ લીધો હતો ઘટનાની જાણ થતાં જ લીંબડી પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ગત મંગળવારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરની ભીમનાથ સોસાયટીમાં આવેલા રહેણાક મકાનમાંથી માતા અને પુત્રની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી આ ઘટના અંગે પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી માતા અને પુત્રની લાશનો કબજો લઈ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા એમાં પ્રાથમિક તપાસમાં માતા અને પુત્રની હત્યા પતિએ નીપજાવી હોવાની આશંકાઓ સેવાઈ હતી એમાં પતિ ઘરમાં હાજર મળી ન આવતાં પોલીસે પતિને ઝડપી પાડવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં પોતાની પત્ની અને પુત્રની ગળું દબાવીને ઘાતકી હત્યા કર્યા બાદ પતિ ઘરેથી ફરાર થઇ જતાં પોલીસે વિવિધ ટીમો બનાવીને હત્યારાને ઝબ્બે કરવાનાં ચક્રો ગતિમાન કર્યાં હતા બીજી તરફ મૃતકનાં પરિવારજનોએ હોસ્પિટલમાં લાશ સ્વીકારવાની ના પાડી હતી પરિવારજનોએ જણાવ્યું હતું કે લાશ ભલે સડી જાય પણ જ્યાં સુધી મૃતકના પતિ ચિરાગને હાજર નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે લાશ સ્વીકારીશું નહીં આ ઘટના બાદ બુધવારે માતા પુત્રના મૃતદેહને લીંબડી ભીમનાથ સોસાયટીમાં લાવવામાં આવતાં રોકકળ અને આક્રંદ સાથે કરુણ દૃશ્યો સર્જાયાં હતાં એમાં લીંબડી પીએસઆઇ બી કે મારુડા સહિતના પોલીસ કર્માચારીઓએ સમજાવટથી મામલો થાળે પડ્યો હતો અને માતા પુત્રની બંનેની ડેડ બોડીની અંતિમ વિધી કરાઈ હતી એમાં સાસરી પક્ષના અને સમાજના લોકોને લાકડે હાથ અડાડવા માટે પિયર પક્ષના લોકોએ નનૈયો ભણી દીધો હતો આ સમયે લોકોની ભારે ભીડ વચ્ચે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો દરમ્યાન આ અંગે સુરેન્દ્રનગર ડીવાયએસપી વિશ્વજિતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે લીંબડી ભીમનાથ સોસાયટીમાં રહેતા ચિરાગ ઉર્ફે ચંદ્રકાંતે પોતાની બીજીવારની પત્નીને સાથે લઈને આવેલો પુત્ર ગમતા ન હોવાને કારણે તથા ગૃહકલેશના કારણે ઉશ્કેરાઈ જઈને પોતાની પત્ની અને પુત્રનું ગળું દબાવી મોત નીપજાવ્યું હતું એ અંગે મૃતક મહિલાના ભાઈની પોલીસ ફરિયાદના આધારે લીંબડી પોલીસ મથકે ગુનો દાખલ કરી હત્યારા આરોપીને ઝબ્બે કરવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે જોકે, આજે હત્યારાની લટકતી લાશ મળી છે તાત્કાલિક અસરે જાણકારી મળતાની સાથે જ સુરેન્દ્રનગર જિલ્લાની અને સુરેન્દ્રનગર જિલ્લા નાં ડીવાયએસપી તેમજ એસ પી અને મુખ્ય બ્રાન્ચની પીઆઇએ અને પીએસઆઇ સહિતના કાફલાઓ હાલમાં આ અંગેની જાણકારી મળતા તાત્કાલિક અસરે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આ ઘટનામાં માતા પુત્રને મોતને ઘાટ ઉતારી અને પોતે પણ આત્મહત્યા કરી લીધી છે આમ બે દિવસમાં આખા પરિવારના ત્રણે વ્યક્તિ હોય આત્મહત્યા અને મડર જેવી ઘટના સામે આવતા તાલુકાના જિલ્લામાં ભારે રાતે ભર્યો બનાવ સામે આવ્યો છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!