ફૈઝ ખત્રી....શિનોર શિનોર તાલુકાના દરિયાપુરા ગામે રહેતા વસાવા સુરેશભાઈ ઈરાભાઈ શિનોર તાલુકા સેવાસદન કચેરી ખાતે અન્ય એક વ્યક્તિ સાથે એક્ટિવા ગાડી લઈને રેશનકાર્ડની કામગીરી અર્થે આવેલા હતાં.અને ત્યાંથી પરત ઘરે જઈ રહ્યા હતા.તે દરમિયાન માંડવા ચોકડી નજીક અચાનક એક ગાય આવી જતાં અકસ્માત સર્જાયો હતો.જેમાં એક્ટિવા પર સવાર એક વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચી હતી,જ્યારે એક્ટિવા ચાલકને પણ નાની મોટી ઈજાઓ પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં મોટા ફોફળીયાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.