BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

આદિવાસી સમાજ પર અભદ્ર ટિપ્પણી કરનાર આરોપી ઝડપાયો ખેડાના વસો ગામના મંદિરના પૂજારીએ સોશિયલ મીડિયા પર કરી હતી ટિપ્પણી, ભરૂચ LCBએ ધરપકડ કરી

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ખેડા જિલ્લાના વસો ગામના મંદિરના પૂજારીની ધરપકડ કરી છે. આરોપી પિયુષગીરી ઉર્ફે લાલભાઈ બળદેવગીરી ગૌસ્વામીએ આદિવાસી સમાજના લગ્ન પ્રસંગના વિડિયો પર જાતિવાદી ટિપ્પણીઓ કરી હતી.

ઘટનાની વિગતો મુજબ, ઝઘડીયા તાલુકાના ખરચી ગામથી ભરૂચના નીકોરા ગામે 16 ફેબ્રુઆરી 2024ના રોજ વસાવા સમાજનો લગ્ન પ્રસંગ યોજાયો હતો. જાન હેલિકોપ્ટરમાં ગઈ હતી. આ લગ્ન પ્રસંગનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

‘બોલ સે ભરૂચ પુછશે ભરૂચ’ નામના ફેસબુક પેજ પર લાલભાઇ નામના એકાઉન્ટ દ્વારા આદિવાસી સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી. આ ટિપ્પણીઓથી આદિવાસી સમાજમાં રોષ ફેલાયો હતો. સમાજના લોકોએ એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું અને આવેદનપત્ર આપ્યું હતું.

ભરૂચ એસપી મયુર ચાવડાએ તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. ભરૂચ સાયબર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. LCB પીઆઈ એમ.પી.વાળા અને પોલીસ ઇન્સપેક્ટર એમ.એમ.રાઠોડની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીએ પ્રાથમિક પૂછપરછમાં અભદ્ર ટિપ્પણીઓ કરી હોવાની કબૂલાત કરી છે. તેને સાયબર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!