અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
માલપુર : વેપારી પર થયેલ હુમલાના આરોપી પકડાયા,કાયદાના ભાન માટે માલપુર પોલીસ દ્વારા આરોપીઓને સાથે રાખી ઘટના નું રિકન્સ્ટ્રક્શન કર્યું
માલપુર નગરના માર્કેટયાર્ડ ખાતેની દાદુરામ નામની પશુઆહાર દુકાનના,પતરાના શેડ ઉપર પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે બે વેપારી ઉપર બે શખ્સો એ લોખંડ ના સળિયા વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડવાની ઘટનાએ ચકચાર મચાવી હતી, હુમલા ની ઘટના સી સી ટી વી કેમેરામાં કેદ થઈ હતી,જેના વિડીયો ફૂટેજ સોશિયલ મીડિયા માં તીવ્ર ગતિએ વાયરલ થતા કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા હતા,આરોપીઓ વેપારી ઉપર હુમલો કરી ફરાર થઇ ગયા હતા,ભોગ બનનાર વેપારીએ માલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યા બાદ,માલપુર પોલીસે આરોપીઓને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી હતી,ગતરોજ માલપુર નગરજનો અને વેપારીઓએ ઘટનાનને વખોડી સજ્જડ બંધ પાડી વિરોધ નોંધાવ્યો હતો અને આરોપીઓનું માલપુર નગરના જાહેર માર્ગો પર સરઘસ કાઢવાની માંગ કરી હતી, ફરાર થઇ ગયેલ આરોપીઓને પોલીસે મહિસાગર જિલ્લાના વીરપુર મુકામે થી જડપી પાડ્યા હતા,આજે L C B,માલપુર પોલીસ સહિત ટીમે, ઝડપેલા બંને આરોપીઓને સાથે રાખી ઘટના નું રિકન્સ્ટ્રક્શન કરી કાયદાના પાઠ ભણાવ્યા હતા,પોલીસની આવા ગુંડા તત્વો સામેની કાર્યવાહી ને નગરજનો એ બિરદાવી હતી,પોલીસે પણ આવા લુખ્ખા તત્વોને એક દાખલા રૂપ મેસેજ આપ્યો હતો કે,જે પણ આવું કૃત્ય કરશે એને કાયદાના પાઠ ભણાવવા માં આવશે,