જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને જણાવવાનું કે ભારત સરકારશ્રી દ્વારા Digital Public Infrastructuer for Agriculture ના ભાગરૂપે Agristack Project અમલમાં મુકેલ છે. Agristack Project હેઠળ રાજ્યના તમામ ખેડૂતોના આધાર લીંક રજીસ્ટ્રેશન માટે ફાર્મર રજીસ્ટ્રી અમલી કરેલ છે.તારીખ ૧૫/૧૦/૨૦૨૪ થી રાજ્યમાં તમામ ગ્રામ્ય કક્ષાએ કેમ્પ મોડ મારફત રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે. હાલમાં ગુજરાત રાજ્યનું ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર આવેલ ટેકનિકલ ખામીને કારણે રજીસ્ટ્રેશન થઇ શકતું નથી આથી પોર્ટલ પરની ખામી દૂર કરી પોર્ટલ કાર્યરત કરાતા વિવિધ દૈનિક સમાચારપત્રો મારફત તેની જાણ કરવામાં આવશે જેની નોંધ લેવા સૌ ખેડૂત મિત્રોને જણાવવામાં આવે છે. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવો.
બાયલાયન :- અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ