અખિલ ભારતીય ગ્રાહક પંચાયત જુદા જુદા 38 પ્રાંતમાં કામ કરી રહ્યું છે જેમાં ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે 1972 સ્થાપિત ગ્રાહક પંચાયત ને 50 વર્ષ પૂરા થતા આજરોજ રાજકોટના વી વી પી એન્જિનિયરિંગ કોલેજ ખાતે સૌરાષ્ટ્ર પ્રાંતનો સ્વર્ણ જયંતી વર્ષ સમાપન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સૌરાષ્ટ્ર પ્રાન્તનાં જુદા જુદા શહેરોમાંથી પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજના કાર્યક્રમની શરૂઆત અખિલ ભારતીય ગ્રાહક પંચાયત સૌરાષ્ટ્ર પ્રાંત નાં પ્રચારક નારણભાઈ શાહ, નારણ ભાઈ મોરડીયા, જયંતભાઈ કથીરીયા, સ્વામી નીખીલેશ્વરાનંદજી , રમાબેન માવાણી વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું વક્તાઓ દ્વારા મોટી સંખ્યામાં ગ્રાહક પંચાયત નાં સભ્યોને સંસ્થાની કામગીરીથી માહિતગાર કરાયા હતા તેઓનાં જણાવ્યા મુજબ ગ્રાહક અને વેપારી બંનેના હિત ને ધ્યાનમાં રાખીને સેવાની ભાવનાથી કાર્ય કરવાનું છે કેશોદ અખિલ ગ્રાહક પંચાયત નાં સંયોજક હરસુખ સિદ્ધપરા તથા દિનેશ કાનાબાર દ્વારા હાજરી આપવામાં આવેલ આભાર વિધિ અભય શાહ દ્વારા કરવામાં આવેલ હતી
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ