અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લીમાં સાઠંબા પોલીસે માર માર્યો હોવાના આક્ષેપ : બે ભાઈઓ ના ઝગડા બાબતે વચ્ચે પડતા ઇસમને પોલીસે ઢીબી નાખ્યો…?
અરવલ્લી જિલ્લામાં પોલીસ તરીકે રોફ જમાવી બેકસૂર વ્યક્તિ સામે લાલ આંખ કરી માર માર્યો હોવાના આક્ષેપો સાથે વિડિઓ વાયરલ થતા ઈસમે પોતાની આપવીતી જણાવી હતી.
મળતી માહિતી મુજબ અરવલ્લી જિલ્લામાં બાયડના તાલુકા સાઠંબા વિસ્તારની આ ઘટના છે જ્યાં સાઠંબા પોલીસ સ્ટેશન વિસ્તાર બે ભાઈઓ વચ્ચેના ઝગડામાં અન્ય એક વાલ્મિકી સમાજના ઇસમે છોડાવા જેવી બાબતે સાઠંબા પોલીસ ધ્વારા ઢોર માર માર્યો હોવાન આક્ષેપો સાથે પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપો સાથેનો વિડિઓ વાયરલ કર્યો હતો જેમાં વાલ્મિકી સમાજના મિનેશ કુમાર બાબુભાઈ વાલ્મિકી નામના ઈસમ બે ભાઈઓ વચ્ચેના ઝગડા માં અન્ય ઇસમને પોલીસે માર મારી ઢીબી નાખ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે જેને લઇ વાલ્મિક સમાજમાં પણ રોષ જોવા મળ્યો હતો અને વાલ્મિકી સમાજના આગેવાને પણ સોશિયલ મિડીયા માં વિડિઓ વાયરલ કરી પોલીસ સામે રોષ ઠાલવ્યો હતો. બીજી બાજુ આ બાબતે જિલ્લામાં પોલીસ વડા ધ્વારા તપાસ કરી ગુન્હેગાર સામે યોગ્ય પગલાં લેવામા આવે તેવી માંગ પણ કરી હતી



