યોગેશ કાનાબાર રાજુલા
રાજુલા એસ ટી ડેપોના ડ્રાઇવરને ધન્યવાદ.. રાજુલા એસ.ટી ડેપોમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા અને જાફરાબાદ તાલુકાના કાગવદર ગામના વતની સુમરાભાઈ લાખણોત્રા તેઓએ તેમની નિષ્ઠા અને પ્રમાણિકતા દાખવી છે કે તે કાગવદર થી રાજુલા 10 કિલોમીટર થાય છે અને વચ્ચે ચારનાળા બાજુમાં રોડ ઉપર પોતાનું મોટરસાયકલ ઉપર આવી રહ્યા હતા ત્યારે તેમની નજર રોડ ઉપર પડતા એક પાકીટ હતું બાજુમાં પૈસાની થપ્પી હતી એ જોઈને તેમણે બાઈકને સાઇડ ઉપર રાખીને જોયું તો તેમાં રોકડા રૂપિયા તેમજ અગત્યના ડોક્યુમેન્ટ હતા તે રાજુલા ડેપોમાં આવીને કર્મચારીઓને વાત કરી ત્યારે એના ડોક્યુમેન્ટ ઉપરથી આ વ્યક્તિ જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામના ભરતભાઈ નામના વ્યક્તિ છે અને તેઓ કેશોદ માં શિક્ષક તરીકે નોકરી કરે છે એમને ફોન થી બોલાવીને રાજુલા એસટી ડેપોના કર્મચારીઓની રૂબરૂમાં ઓળખ કરીને તેમને તેમના રૂપિયા અને ઓરીજનલ ડોક્યુમેન્ટ પરત આપીને નિષ્ઠા અને પ્રમાણિકતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે તે બદલ સુમરા ભાઈ ને એસ ટીના કર્મચારી અને અધિકારીઓએ ધન્યવાદ આપ્યા છે અને જેના ડોક્યુમેન્ટ હતા તેમણે તેમનો ખૂબ ખૂબ આભાર માન્યો છે એમના રૂપિયા 3200 એ તો ઠીક છે પણ ઓરીજનલ ડોક્યુમેન્ટ પરત મળ્યા તે બદલ તે ભરત ભાઈ આ ડ્રાઇવરને રૂપિયા 500 ભેટ આપતા હતા છતાં તેમણે લીધા નહીં અને ડ્રાઇવર તરીકેની જેમની નિષ્ઠા અને પ્રમાણિકતા નું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે