GUJARATMEGHRAJ

અરવલ્લી જિલ્લામાં આશાસ્પદ યુવકોની લટકતી લાશો મળવાનો સિલસિલો યથાવત, ધોળાપણા ગામના 21 વર્ષીય યુવકની ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં આશાસ્પદ યુવકોની લટકતી લાશો મળવાનો સિલસિલો યથાવત, ધોળાપણા ગામના 21 વર્ષીય યુવકની ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી

અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી યુવકોની લાશો લટકતી હાલતમાં મળી આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે એમાં પણ ગળે ફાંસો ખાધેલી હાલત મૃત દેહ મળી આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે

મેઘરજ તાલુકામાં રેલ્લાવાડા મેઘરજ રોડ પર આવેલ ધોરાપાણા ગામ પાસે નજીકમાં રોડની બાજુમાં આવેલ વાઘા માં એક આશાસ્પદ યુવકની મહુડાના ઝાડ સાથે બપોરના સમયે લટકતી હાલતમાં લાશ મળી આવી હતી ઘટના ની જાણ થતા નજીકના આજુબાજુના ગામના લોકો જોવા માટે આવી પહોંચતા ઘટના સ્થળે ટોળાં ઉમટ્યા હતા. મૃતક યુવક ગઈ કાલે એક લગ્ન પ્રસંગમાં ગયો હતો અને આજ રોજ ત્યાંથી ઘરે આવવા સવારે નીકળે હતો અને યુવકનો મૃતદેહ પોતાના વતનમાં મોહડાની ઝાડ નીચે ગળે ફાંસો ખાધેલી હાલતમા જોવા મળતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે. જેમાં મૃતક યુવક ધોરાપાણા ગામનો તરાર સચિન કુમાર લક્ષ્મણભાઈ ઉંમર 21 વર્ષ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી યુવકની લાશ જોતા હત્યાં કે આત્મહત્યા એ પણ એક તપાસનો વિષય છે. ઘટનાની જાણ થતા ઇસરી પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને ઉતારી પી એમ અર્થ એ ખસેડાઈ હતી જેમાં ઇસરી પોલીસે એડી દાખલ વધુ તપાસ હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!