BANASKANTHAGUJARATPALANPUR

સ્વસ્તિક મહિલા કોલેજમાં વેકેશન દરમિયાન નિશુલ્ક Tally & Spoken English બેચનો સમાપન સમારોહ કાર્યક્રમ યોજાયો

1 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
સ્વસ્તિક મહિલા કોલેજમાં વેકેશન દરમિયાન નિશુલ્ક Tally & Spoken English બેચનો સમાપન સમારોહ કાર્યક્રમ યોજાયો શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન સ્વસ્તિક મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં વેકેશન દરમિયાન એપ્રિલ અને મે મહિનામાં ધોરણ 12 પાસ કરેલ દીકરીઓ માટે બે મહિના ફ્રી માં Tally & Spoken English ક્લાસીસ કરાવવામાં આવ્યા હતા. જે આજે પૂર્ણ થતા તમામ દીકરીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી. આ કાર્યક્રમ સિવાય પણ અહલ્યાબાઇ ઓલકરની જન્મજયંતી નિમિત્તે ક્વિઝ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં1થી 5 નંબર મેળવેલ બાળકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. જેમાં BJP ના કાર્યકર્તા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અને પૂર્વ APMC ચેરમેન કુમુદબેન જોષી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના પ્રમુખ રમેશભાઈ પટેલ, ટ્રસ્ટી અશોકભાઈ પટેલ ,સ્વસ્તિક સંસ્થાના ડાયરેક્ટર મહેન્દ્રભાઈ પંચાલ સાહેબ, કો ઓર્ડીનેટર મણીભાઈ મેવાડા,સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના આચાર્ય વસંતભાઈ ઠક્કર, તેમજ સ્વસ્તિક મહિલા કોલેજના પ્રિન્સિપાલ નેહલબેન પરમાર તથા તમામ અધ્યાપિકા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!