MORBIMORBI CITY / TALUKOTANKARA

ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતો રાજકોટનો શખ્સ ટંકારા પોલીસની હદ માંથી એલ.સી.બી ઝડપી લીધો!

એલ.સી.બી. પોલીસે રાજકોટના નામચીન બુટલેગરને પિસ્તોલ સાથે ટંકારા તાલુકાના સરાયા ગામના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપ્યો હતો અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર એલ.સી.બી. પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. એ દરમિયાન પોલીસકર્મીઓ સુરેશભાઇ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, નંદલાલ વરમોરા અને વિક્રમભાઇ ફુગસીયાને ચોક્કસ બાતમી મળી હતી કે, રાજકોટનો નામચીન બુટલેગર ફીરોઝ હાસમભાઇ સંધી હથિયાર સાથે સરાયા ગામના બસ સ્ટેન્ડ પાસે ઉભેલ છે. જે રાજકોટ ગ્રામ્ય જિલ્લાના જસદણ, પડધરી પોલીસ સ્ટેશન તેમજ મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશનના ગુના તળે ચોપડે ચડી ચૂક્યો છે અને હાલ પોલીસ મથકમાથી ફરાર થઈને વિહરી રહ્યો છે.

 

આ બાતમીને આધારે પોલીસે ઘટના સ્થળે દરોડા પડ્યા હતા. જ્યાં આરોપી ફિરોઝ મળી આવ્યો હતો. જ્યાં પોલીસ તપાસમાં તેની પાસેથી રૂપિયા ૧૦,૦૦૦ની કિમતની દેશી બનાવટની મેગ્જીન વાળી પિસ્તોલ, રૂપિયા ૪૦૦ની કિમતના ચાર નંગ જીવતા કાર્ટીસ, રૂપિયા ૫૦૦ની કિમતનું ખાલી મેગ્જીન, રૂપિયા ૧૦,૦૦૦ની કિમતનો મોબાઈલ ફોન, રૂપિયા ૫૦૦ની કિમતના એક ડોંગલ સહિત કુલ રૂપિયા ૨૧,૪૦૦ના મુદામાલ સાથે મળી આવ્યો હતો.પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી ફિરોઝ છેલ્લા વીસેક વર્ષથી પ્રોહીબીશનની પ્રવૃતિ કરે છે. જેમાં તે રાજકોટ શહેરના ગ્રાંધીગ્રામ, કુવાડવા, થોરાળા, એરપોર્ટ, બી ડીવીજન, ડી.સી.બી. પોલીસ મથક તેમજ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના લોધીકા, જસદણ, પડધરી, ગોંડલ, કોટડા સાંગાણી, શાપર વેરાવળ, તથા મોરબી જિલ્લાના વાંકાનેર સીટી, વાંકાનેર તાલુકા, ટંકારા, મોરબી તાલુકા, તેમજ સાબરકાંઠાજિલ્લાના હીંમતનગર, તથા મધ્ય પ્રદેશ રાજયમાં પણ ઇંગ્લીશ દારૂના ગુન્હાઓમાં તેમજ પાંચેક વખત પાસામાં પકડાયેલ છે.

આવા ગંભીર ગુનાઓ આચારનાર આરોપી ફિરોઝ પાસેથી એલ.સી.બી. પોલીસે તમામ મુદામાલ કબ્જે કરી તેના વિરૂધ્ધ ટંકારા પોલીસ ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધાવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અ કામગીરી એલ.સી.બી. પોલીસના ડી.એમ.ઢોલ, કે.જે.ચૌહાણ, એન.એચ. ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીનો સ્ટાફ સહિતના પોલીસકર્મી જોડાયા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!