વાલિયાથી અંકલેશ્વરને જોડતા ધૂળિયા માર્ગનું સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં વાલિયા ખાતે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
નેત્રંગ,વાલિયા અંકલેશ્વર માર્ગ ચોમાસાની સીઝનમાં અત્યંત બિસ્માર બન્યો છે.જે માર્ગના નવીનીકરણની મંજૂરી ગઈ છે.અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા 37 કિલોમીટરના માર્ગના સમારકામ માટે રૂપિયા 50 કરોડનું ટેન્ડર ઓક્ટોબર માસમાં મંજુર કરવામાં આવ્યુ છે.અત્યંત મહત્વના આ માર્ગનું આજરોજ વાલિયાની રામેશ્વર સોસાયટી પાસે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.આ ખાતમુહુર્તમાં જીલ્લા ભાજપ પ્રમુખ મારુતીસિંહ અટોદરીયા,જીલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદીયા,તલોદરા ગામના આગેવાન દિનેશ વસાવા,નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ વસુદાબેન વસાવા,પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સેવંતુ વસાવા,ગામના સરપંચ સોમીબેન વસાવા સહીત ભાજપના આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રસંગે ધારાસભ્ય રીતેશ વસાવાએ જણાવ્યું હતું કે આજે નેત્રંગથી અંકલેશ્વર રસ્તાનું ખાતમૂહૂર્તનો કાર્યક્રમ હતો ઘણા વર્ષોથી આ રસ્તો બિસ્માર હતો એટલે રાજ્ય સરકાર દ્વારા આ રસ્તો મંજૂર કરવામાં આવ્યો છે.જેથી આજના દિવસે હું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આજના કાર્યક્રમમાં સાંસદ મનસુખભાઈ વસાવા અને ભારતીય જનતા પાર્ટીના જીલ્લા પ્રમુખશ્રી મારુતિસિંહ અટોદરિયા અને જીલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદીયા અને ભારતીય જનતા પાર્ટીના તમામ સંગઠનના કાર્યકર્તાઓ અને સરપંચો અને તાલુકા પંચાયતના સભ્યો અને તાલુકા પંચાયતના પ્રમુખોની હાજરીમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.આ રસ્તોની કામગીરીમાં ટ્રાફિકની સમસ્યા ઉદભવશે તેવા સમયે લોકોએ સહકાર આપવા સાથે ત્રણથી ચાર મહિનાની અંદર આ રસ્તો બની જશે તેવી ખાતરી આપી હતી.
તો સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આજે અંકલેશ્વરથી વાલિયા અને વાલિયાથી નેત્રંગ સુધીના સ્ટેટ હાઈવેના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.આ રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં હતો જેના કારણે આ રોડ પરથી જનારા આવનારા લોકો ખૂબ જ હેરાન થતા હતા એને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે રસ્તો મંજૂર કર્યો છે અને જે રસ્તાનું ખાતમુહૂર્ત આજે રાખવામાં આવ્યું હતું આ રસ્તા તૂટવા પાછળનો એક જ કારણ છે કે આ વર્ષે અતિભારે વરસાદ થયો અતિ ભારે વરસાદ અને તેમાં ઇન્ડસ્ટ્રીઝ હોવાના કારણે ખાણ ખનીજની ઘણી લીઝો રેતી ઉદ્યોગ સાથે જોડાયેલા ભારે વાહનો ઓવરલોડ ગાડીઓ જવાના કારણે રસ્તો તૂટી ગયો હતો.ભારે વરસાદ અને ઓવરલોટ ગાડીઓ જવાના કારણે આ રસ્તા તૂટે છે આજે મેં જાહેરમાં જે અપીલ કરી બધાને તંત્ર સાથે જોડાયેલા લોકોને રસ્તો બનશે સારો જ બનશે સરકારના ગાઈડલાઈન મુજબ એસ્ટિમેટ પ્રમાણે જ બનવાનો છે પણ પછી પણ જે ધ્યાન આપવું જોઈએ એ બધા જ લોકોએ ધ્યાન આપવું પડે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય આરટીઓ હોય કે પછી જે પણ હોય જે બધા જ લોકોએ ધ્યાન આપવું પડે કારણ કે સરકાર વારંવાર રસ્તો નથી બનાવી આપવાની અને રસ્તો તૂટ્યા પછી આપણે કોઈને ને કોઈના માથે ઢોળી દઈએ છે રસ્તો તૂટી છે એમાં એકને ઘણા બધા લોકો બધાએ સમજવી પડે અને રસ્તો તૂટે એટલે પ્રજાને સહન કરવું પડે અને પ્રજાદુઃખી થાય એટલે સરકારના માથે પાડે સરકારની માનસિકતા એવી હોતી નથી કે પ્રજાને દુઃખી કરવાને પ્રજાની સુખાકારી માટે સતત સરકાર ચિંતિત છે તે એને ધ્યાનમાં રાખીને આજે અમે ઘણાં બધા સૂચનો કર્યા છે રસ્તો ખૂબ સારો બનશે થોડો સમય લાગશે લોકોએ પણ આ રોડ પર પસાર થનારા લોકોએ પણ થોડું થોડું સહન કરો આટલો ટાઇમ સહન કર્યું છે તો થોડું તમારે સહન કરવું પડશે ને અ જે કામ થતું હોય ત્યાં થોડો સહયોગ આપશો અને સારામાં સારો રસ્તો બંધશે એના માટે હું ગેરંટી આપું છું.
ઈરફાનખત્રી
રાજપારડી