AHAVADANGGUJARAT

ગિરિમથક સાપુતારા ખાતે વિન્ટર ફેસ્ટિવલમાં ડ્રોન લાઈટ શોએ મચાવી ધૂમ..

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ગિરિમથક સાપુતારાનાં પેરાગ્લાઇડિંગથી લઈ ‘સાપુતારા’ના સાપ સુધી આકાશમાં ઉતરી અજાયબી.સતત બીજા દિવસે પણ પ્રવાસીઓની ચીક્કાર ભીડ, વેપારીઓના ચહેરે ખુશીનો ઝલક..

ડાંગ જિલ્લાના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે આયોજિત વિન્ટર ફેસ્ટિવલ અંતર્ગત પ્રવાસીઓને દરરોજ નવુ અને અનોખું નજરાણું જોવા મળી રહ્યું છે. વિન્ટર ફેસ્ટિવલના આકર્ષણનું કેન્દ્ર બનેલા ભવ્ય ડ્રોન લાઈટ શોએ પ્રવાસીઓનું દિલ જીતી લીધું હતુ. રાત્રિના આકાશમાં ઝગમગતા સૈંકડો ડ્રોન દ્વારા રચાયેલા આકાશી દ્રશ્યોએ સાપુતારાની ઓળખને નવી ઊંચાઈ આપી હતી.વિન્ટર ફેસ્ટિવલ 2025 ડ્રોન લાઈટ શોમાં સાપુતારાની લોકપ્રિય પેરાગ્લાઇડિંગ એક્ટિવિટી, ગિરિમથકની પ્રાકૃતિક સુંદરતા તથા ‘સાપુતારા’ નામને સંકેત આપતો સાપનો આકાર દર્શાવવામાં આવતા ઉપસ્થિત પ્રવાસીઓ રોમાંચિત થઈ ઉઠ્યા હતા. આકાશમાં જીવંત લાગતા આ આકારોને જોઈ પ્રવાસીઓ મોબાઇલ અને કેમેરામાં દ્રશ્યો કેદ કરતા નજરે પડ્યા હતા.વિન્ટર ફેસ્ટિવલના પ્રથમ દિવસ બાદ બીજા દિવસે પણ પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી પડી હતી.0રાજ્યના વિવિધ વિસ્તારો ઉપરાંત પડોશી રાજ્યોમાંથી પણ પ્રવાસીઓ સાપુતારા તરફ ધસી આવ્યા હતા. દિવસ દરમિયાન નૌકાવિહાર, પેરાગ્લાઇડિંગ, સાઈટ સીન તથા સાંજ પડતા સાંસ્કૃતિક કાર્યક્રમો અને ડ્રોન શોએ સમગ્ર માહોલ ઉત્સવમય બનાવી દીધો હતો.પ્રવાસીઓની વધતી આવકથી હોટેલ, દુકાનદારો, સ્થાનિક વેપારીઓ અને સાપુતારા વાસીઓ માટે વિન્ટર ફેસ્ટિવલ લાભદાયી સાબિત થઈ રહ્યો છે. સ્થાનિકોનું માનવું છે કે આ પ્રકારના નવતર આયોજનથી સાપુતારાની પ્રવાસન ઓળખને નવી દિશા મળી છે.સાપુતારા વિન્ટર ફેસ્ટિવલમાં યોજાયેલ ડ્રોન લાઈટ શો પ્રવાસીઓ માટે યાદગાર બની રહ્યો છે અને ગિરિમથક સાપુતારા ફરી એકવાર રાજ્યના પ્રવાસન નકશા પર ઝગમગતો તારો બની રહ્યો છે..

Back to top button
error: Content is protected !!