આગામી સમયમાં યોજાનાર ૮૭-વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની તૈયારી ના ભાગરૂપે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આખરી પ્રસિદ્ધ મતદારયાદી પ્રમાણે ૮૭- વિસાવદર મતદાર વિભાગમાં પુરુષ મતદારની સંખ્યા ૧૩૫૫૯૭ અને સ્ત્રી મતદારની સંખ્યા ૧૨૫૪૫૧ અને અન્ય મતદારની સંખ્યા ૪ મળી કુલમતદાર ૨૬૧૦૫૨ નોંધાયા છે.ભારતના ચૂંટણી પંચ નવી દિલ્હીના તારીખ ૨૬/૩/૨૦૨૫ના પત્રની ૮૭ વિસાવદર વિધાનસભા મતદાર વિભાગની પેટા ચૂંટણીને અનુલક્ષીને લાયકાત તારીખ તા.૧/૪/૨૦૨૫ ના સંદર્ભે ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. જે મુજબ તારીખ ૮/૪/૨૦૨૫ના રોજ મતદારયાદી નો પ્રાથમિક મુસદો પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જે સંદર્ભે હક દાવા તેમજ વાંધો, તારીખ ૨૪/૪/૨૦૨૫ સુધીમાં રજૂ કરવા જણાવવામાં આવ્યુ હતુ.જે મુજબ આ સમયગાળા દરમિયાન ફોર્મ ૬ – ૫૯૧ ફોર્મ, ફોર્મ – ૭ ૫૫૪,ફોર્મ – ૮ (સીફટીંગ) ૩૩૬,ફોર્મ ૮ (સુધારા) ૭૯૧ રજૂ થયેલ હતા.આ તમામ હક દાવા બાબતે બીએલઓ દ્વારા પૂરતું ફિલ્ડ વેરિફિકેશન કરવામાં આવ્યુ હતુ.તેમજ જરૂર જણાયેલ કિસ્સામાં ઈઆરઓ/એઈઆરઓ તરફથી પણ ફિલ્ડ વેરિફિકેશન કરવામાં આવ્યુ હતુ.તદઅનુસાર રજૂ થયેલ અરજીઓ દ્વારા નિયમોઅનુસાર નિર્ણય કરવામાં આવેલ છે. રજૂ થયેલ ઉપરોક્ત ફોર્મની યાદી નમુના ફોર્મ ૯,૧૦,૧૧,૧૧ એ, અને ૧૧ બી દૈનિક ધોરણે સીઈઓની વેબસાઈટ ઉપર અપલોડ કરવામાં આવેલ છે. તેમજ અઠવાડિક ધોરણે માન્યતા પ્રાપ્ત પોલિટીકલ પાર્ટીને તેની નકલ પૂરી પાડવામાં આવી હતી. ઈઆરઓ દ્વારા લેવાયેલ નિર્ણય સામે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ – ૧૯૫૦ ની કલમ ૨૪- એ અનુસાર જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે પ્રથમ અપીલ Registration of Electors Rules,1960 ના નિયમ ૨૭ માં ઠરાવેલ પદ્ધતિથી કરી શકાશે. એમ મતદાન નોંધણી અધિકારી ૮૭ – વિસાવદર વિધાનસભા મત વિસ્તાર અને પ્રાંત અધિકારી વિસાવદરની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.