રાજુલા ભેરાઇ ચોકડી પાસે રેલ્વે ફાટક નીચે બારદાન ભરેલ ટ્રકમાં આગ લાગી
યોગેશ કાનાબાર રાજુલા
રાજુલા ભેરાઇ ચોકડી પાસે રેલ્વે ફાટક નીચે બારદાન ભરેલ ટ્રકમાં આગ લાગી
ભાવનગર સોમનાથ હાઇવે પર આવેલ ભેરાઇ ચોકડી નજીક રેલવે ફાટક નીચે મહુવાથી આવી રહેલ બારદાન ભરેલ ટ્રક જે રેલવે ફાટક નજીક નેશનલ હાઇવે ના બ્રિજનું કામ ચાલુ હોય તેની નીચેથી પસાર થઈ રહ્યો હોય ત્યારે ઉપર ઇલેક્ટ્રીક વેલ્ડીંગ થઈ રહ્યું હોય તેમાંથી તીખારો પડતા આ ટ્રકમાં ભરેલા બારદાનો ભડભડ સળગી ઊઠેલા અને આ ટ્રક ફાટક નજીક જ ઉભો રાખી દેવામાં આવેલો આગ લાગવાથી ઘડીભર માટે આ આવતા જતા વાહનોને ઊભા રાખી દેવામાં આવેલા ત્યારે આ આગની બુજાવવા માટે રાજુલા ફાયર નો સંપર્ક કરતા રાજુલા ફાયર ફાઈટર બંધ હોવાથી જાફરાબાદ નગરપાલિકા જાણ કરવામાં આવેલ પરંતુ જાફરાબાદ નગરપાલિકાનું ફાયર ફાઈટર આવે તે પહેલા હાઇવે નું કામ ચાલુ હોય ત્યારે હાઇવે ના પાણી ના ટેન્કર દ્વારા આ આગને બુજાવવાનો પ્રયત્ન શરૂ કરેલો પરંતુ આસપાસના લોકો એકત્રિત થઈ અને ટ્રકમાં બળી રહેલા બારદાન રોડ ઉપર નાખવાના ચાલુ કર્યા જેથી કરીને ટ્રક બચી જવા પામેલ પરંતુ આ ટ્રકમાં ભરેલ બારદાન નંગ 10,000 અંદાજિત કિંમત રૂપિયા 3,00,000 જેટલા તમામ બારદાનો બળીને ખાસ થઈ ગયા ત્યારે આ ઘટનાની જાણ પોલીસને થતા પીપાવાવ મરીન પોલીસ ઘટના સ્થળે દોડી આવી આ ઘટના કેવી રીતે બની તે બાબતે મરીન પોલીસે તપાસ હાથ ધરી