અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકામાં આગ લાગવાનો બનાવ પૃથ્વીપુરા ગામ પાસે આવેલ સરકારી ગોડાઉનના કમ્પાઉન્ડમાં લાગી આગ, મોડાસા ફાયર ટીમે આગ પર મેળવ્યો કાબુ
અરવલ્લી જીલ્લામાં દિન પ્રતિદિન આગ લાગવાના બનાવો નો સીલસીલો યથાવત જોવા મળી રહયો છે બે દીવસ અગાઉ મેઘરજના બેડજ તેમજ ઇન્દિરાનગર ના ડુંગર વિસ્તારમાં ભયકંર આગ લાગી હતી અને ડુંગર પર રહેલ વનરાઈ બળી ને ખાખ થઈ ગઈ હતી પરંતુ આગ કયાં કારણોસર લાગી તે જાણી શકાયું ન હતું. બીજી તરફ મેઘરજ માલપુર રોડ પર આવેલ પૃથ્વીપુરા પાસે આવેલ સરકારી ગોડાઉન ના કમ્પાઉન્ડ માં બપોરના સાડા ત્રણ વાગ્યાની આસપાસ આગ લગવાનો બનાવ સામે આવ્યો હતો જેમાં મળતી માહિતી અનુસાર મેઘરજ ના પૃથ્વીપુરા મા આવેલ સરકારી ગોડાઉન ના કમ્પાઉન્ડ આગ લાગતા મોડાસા નગરપાલિકા ફાયર ટીમને જાણ કરાઈ હતી જેમાં ભારે જહેમત બાદ ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો આગ લાગવાનુ કારણ હાલતો અકબંધ છે આગ કયાં કારણોસર લાગી તે જાણી શકાયું નથી. પરંતુ સતત વધી રહેલા આગ લાગવાના બનાવો સામે અંકુશ લાવવામાં આવે તે જરૂરી છે