ભરૂચમાં પ્રથમ પ્રોપર્ટી એક્સ્પોનો પ્રારંભ 50થી વધુ ડેવલપર્સ સાથે ત્રણ દિવસીય એક્સ્પોનું વન મંત્રી મુકેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન
સમીર પટેલ, ભરૂચ
ભરૂચમાં પ્રથમ વખત દૂધધારા ડેરીના મેદાન ખાતે ત્રણ દિવસીય રીયલ એસ્ટેટ એન્ડ પ્રોપર્ટી એક્સ્પોનો પ્રારંભ થયો છે. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના હસ્તે એક્સ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઔદ્યોગિક વિકાસની સાથે ભરૂચ જિલ્લામાં રહેણાંકની માગમાં વધારો નોંધાઈ રહ્યો છે. તવરા રોડ, ચાવજ રોડ અને દહેગામ રોડ વિસ્તારોમાં નવા બાંધકામો થઈ રહ્યા છે. આ એક્સ્પોમાં 50થી વધુ ડેવલપર્સ ભાગ લઈ રહ્યા છે.
વન મંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે રીયલ એસ્ટેટ ક્ષેત્ર પરિવારોને જોડવાનું કામ કરી રહ્યું છે. એક્સ્પોમાં ઈકોફ્રેન્ડલી બાંધકામની નવી ટેકનોલોજી પણ પ્રદર્શિત કરવામાં આવી છે. તેમણે ભરૂચના વિકાસ માટે વહીવટી તંત્રને વધુ ધ્યાન આપવા જણાવ્યું હતું.
કાર્યક્રમમાં ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, દીવ અને દમણના પ્રભારી અને પૂર્વ ધારસભ્ય દુષ્યંત પટેલ,જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં ક્રેડાઇના પ્રમુખ નિષિધ અગ્રવાલ, ચેરમેન રોહિત ચદ્દરવાલા સહિત પિયુષ શાહ,જીજ્ઞેશ કોરલવાલા, અલ્પેશ તોલાટ, નિરવ શાહ, કૌશિક સોલંકી, કૃણાલસિંહ ડાયમા સહિતની તેમની ટીમે આયોજન કર્યું છે. એક્સ્પોમાં 23મીએ ભારત-પાકિસ્તાન મેચનું લાઈવ પ્રસારણ વિશાળ સ્ક્રીન પર કરવામાં આવશે. ત્રણ દિવસ દરમિયાન વિવિધ મનોરંજક કાર્યક્રમો યોજાશે. આયોજકોને 50,000થી વધુ મુલાકાતીઓની અપેક્ષા છે.