કાલોલ શહેરમાં પ્રથમ વરસાદે જ પાલિકા તંત્રની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી.નગરના ઠેરઠેર રોડ રસ્તે પાણી ભરાયાં
તારીખ ૨૫/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરમાં પ્રથમ વરસાદે જ પ્રિમોન્સૂન કામગીરીની પોલખુલ્લી કરી દીધી જે ગતરોજ રાત્રે પડેલા વરસાદને કારણે કાલોલ નગરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા કોઈ ચોક્કસ નિકાલ ન કરાતા પાણી રસ્તાઓ સોસાયટીઓ અને ફળિયાઓમાં ફરી વળ્યા હતા જેના કારણે વાહન ચાલકો રાહદારીઓ અને નાગરિકોમાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો છેલ્લા કેટલા સમયથી નગરપાલિકાની પ્રી મોનસુન કામગીરી કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે દર વર્ષે પ્રમોશન કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ આ ખર્ચ ક્યાં થાય છે શું કરે છે એ નગરપાલિકા કાલોલ આરોગ્ય વિભાગ જ જાણતું હશે દરવર્ષે કાલોલ નગરપાલિકામાં પણ પાણી ફરી વળે છે જેના કારણે નગરપાલિકાની માલમિલકત અને દસ્તાવેજો નું નુકસાન થાય છે આમ દર વર્ષે પાણી ભરાય છે છતાં પણ કોઈ નિકાલ ચોક્કસ રીતે કરવામાં આવતો નથી કાલોલ ની સોસાયટીઓમાં અને તળાવ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા જેથી નાગરિકોમાં ખૂબ જ આક્રોશ જોવા મળતો હતો આરોગ્ય વિભાગ દ્વારા ચોક્કસ પાણી નિકાલની કાર્યવાહી કરવામાં આવે તેવી કાલોલના નાગરિકોની માંગ છે અને ઉગ્ર આક્રોશ પણ છે ઠેર ઠેર જાહેર રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે નાના ગલ્લાવાળા લારીવાળાઓ અને દુકાનદારો પણ પોતાનું ધંધો વ્યવસાય આજે શરૂ કરી શક્યા ન હતા.