ઝગડીયા જીઆઈડીસીની કંપનીમાંથી વરસાદી પાણી સાથે કેમિકલ યુક્ત પાણી બહાર વહેતાની ફરીયાદ બાદ જીપીસીબીએ તપાસ હાથ ધરી
વરસાદી ઋતુમાં વરસાદી પાણી સાથે ઔદ્યોગિક પ્રદૂષિત પાણી વહેડાવી દેવાની અનેક ઘટનાઓ બનતી રહે છે અને તેની અનેક ફરિયાદો પણ થાય છે પરંતુ ફરિયાદો બાદ દોષિતો ને સામાન્ય દંડ કરી છોડી દેવામાં આવતા હોવાના કારણે અવાય નવાર આવી ઘટનાઓ બનતી રહે છે, આજરોજ ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ મનમોહન મિનરલ એન્ડ કેમિકલ નામની કંપનીમાંથી વરસાદી પાણી સાથે પ્રદૂષિત પાણી વહી રહ્યાની ફરિયાદ જાગૃત આગેવાન સલીમભાઈ પટેલ દ્વારા જીપીસીબી અંકલેશ્વરને ફોટા અને વીડિયો સાથે કરવામાં આવી હતી, ફરિયાદ ના પગલે જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, અવારનવાર હવા અને પાણી પ્રદૂષિત થતા હોય તેનો સામનો કરતા સ્થાનિક નાગરિક ઇરફાનભાઈએ જણાવ્યું હતું કે અમો સ્થાનિક ખેડૂતો છીએ અને કંપનીઓમાંથી પ્રદૂષિત પાણી વરસાદી કાસમાં છોડી દેવાતા અમારી જમીનો ખરાબ થઈ રહી છે, અમારા પાણીના બોર ખરાબ થાય છે, અમારું ભૂગર્ભ જળ પ્રદૂષિત થઈ રહ્યું છે. ઝઘડિયા જીઆઈડીસીમાં અમારી જમીનો ગુમાવી અને બચેલ જમીન પ્રદૂષિત થઈ રહી છે, અમારા રોજગારી છીનવાઈ છે, જીઆઈડીસીમાં જમીનો ગુમાવનારા અસરગ્રસ્તોને રોજગારીના બદલે હવા પાણી ની પ્રદુષણ મળે છે, તેથી આ પ્રદૂષણ બંધ થવું જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું.
ઈરફાનખત્રી
રાજપારડી