તા.13/09/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગર જિલ્લાના પાણી ચોરીના ખેડૂતોને લાખો રૂપિયાના દંડ ફટકારી અધિકારીઓ દબંગાઈ બતાવી રહ્યા છે ત્યારે જિલ્લાના અધિકારી દ્વારા મુળી તાલુકાના ગઢાદ ગામના ખેડૂતોને 3 કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો જેના વિરોધમા ખેડૂત આગેવાન “રાજુભાઈ કરપડાની આગેવાનીમાં ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવેલ જેમાં ખેડૂતો તરફથી વિદ્વાન વકીલ શ્રી સત્યમ રાવલ સાહેબ દ્વારા ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી રજૂઆતો સાંભળ્યા બાદ નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા જવાબદાર અધિકારીઓને નોટિસ ફટકારી ખુલાસા સાથે તા. 9-10-2023 ના રોજ ગુજરાત હાઇકોર્ટમાં હાજર રહેવાનો હુકમ કર્યો છે ખેડૂતોની જમીન કિંમત કરતા વધારે રકમ ના દંડ અપાઈ રહ્યા છે ત્યારે ગઢાદ ગામના સરપંચ સહિત ખેડૂતોએ હાઇકોર્ટમાંથી યોગ્ય ન્યાય મળશે એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.