GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર શહેર માં આવેલ મણિપુરમ ગોલ્ડ ફાઈનાન્સ કંપનીની બ્રાન્ચ મા મેનેજરો કરેલી ગોલમાલ કરી ઉચાપત બાબતે બ્રાન્ચના વડા એ ફરીયાદ નોંધાવી

વિજાપુર શહેર માં આવેલ મણિપુરમ ગોલ્ડ ફાઈનાન્સ કંપનીની બ્રાન્ચ મા મેનેજરો કરેલી ગોલમાલ કરી ઉચાપત બાબતે બ્રાન્ચના વડા એ ફરીયાદ નોંધાવી
ઓડિટ દરમ્યાન લોન માટે મુકેલ ૨૬ તોલા સોનાના દાગીના બે મેનેજરો એ મેળપણા કરી સગે વગે કર્યા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાની મણિપુરમ ગોલ્ડ ફાઈનાન્સ મા બ્રાન્ચ મેનેજર ની નોકરી કરતા બે મેનેજરો એ ગ્રાહકો એ મૂકેલા ૧૯ લાખ ૪૬ હજાર ના અલગ અલગ ૨૬ તોલા સોનાના દાગીના ઓના ત્રણ પેકેટ મેસિંગ જણાઈ આવતા બ્રાન્ચ ના વડા એ બે જવાબદાર કર્મચારી ઓ ઉપર ઉચાપત ની ફરીયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરી મથકે આવેલ મણિપુરમ ગોલ્ડ ફાઈનાન્સ બ્રાન્ચ મા વડા મેનેજર તરીકે નોકરી કરતા ક્રિષ્ના નગર સોસાયટી મા રહેતા પ્રવીણ ભાઈ આહીર તેઓ ૬ નવેમ્બર ના રોજ ગાંધીનગર હતા તેમને બ્રાન્ચ મેનેજર અમિત ત્રિપાઠી એ ત્રણ પેકેટ લોકર માંથી મિસિંગ હોવાનું જણાવતા તેઓ ગાંધીનગર થી વિજાપુર આવી મેનેજર અને ઓડિટર સાથે ત્રણ પેકેટ ની શોધખોળ કરી હતી. બ્રાન્ચ ના આખરી ઓડિટ મા ત્રણ પેકેટ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ લોકર મા ત્રણ જેટલા પેકેટ જણાઈ આવ્યા નહિ લોકરના સેફ રૂમ ની એક ચાવી અમિત રામજી ભાઈ ત્રિપાઠી પાસે અને બીજી ચાવી પીનાસ ભાઈ ધાવ રાજ સદત પાસે રહે છે. ગોલ્ડ ફાઈનાન્સ કંપની ની સલામતી માટે બંને કર્મચારી ઓને જવાબદારી સાથે મૂકેલા છે. કંપની ના મૂલ્યાંકન ધોરણો માર્ગદર્શિકા નુ ઉલ્લંઘન કરેલ અને સીસી કેમેરા ફૂટેજ મા પણ પેકેટ લેતા મૂકતા જણાયા છે બંને કર્મચારી ઓએ એક બીજા ના મેળ પણા મા રૂપિયા ૧૯ લાખ ૪૬ હજાર ના ૨૬ તોલા સોનાની ઉચાપત ની બ્રાન્ચ વડા એ ફરીયાદ નોંધાવી છે. પોલીસે સત્યતા બહાર લાવવા માટે તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!