કાલોલ તાલુકાના કરાના મુવાડા પ્રાથમિક શાળામાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉત્સાહભેર ઉજવાયો.

તારીખ ૨૫/૦૮/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
આજરોજ તા. ૨૫/૦૮/૨૦૨૬ ને મંગળવારના રોજ કરાના મુવાડા પ્રાથમિક શાળા ખાતે ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને પવિત્રતાના પ્રતીક સમાન ‘રક્ષાબંધન’ના તહેવારની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરતી દીકરીઓ (બહેનો) દ્વારા શાળાના તમામ દીકરાઓને (ભાઈઓને) રાખડી બાંધીને તેમના દીર્ઘાયુષ્ય અને ઉજ્જવળ ભવિષ્યની કામના કરવામાં આવી હતી. ભાઈ-બહેનના આ પવિત્ર સંબંધના અને અનેરા ઉત્સાહથી સમગ્ર શાળા પરિસરમાં આનંદનું વાતાવરણ છવાઈ ગયું હતું.કાર્યક્રમની વિશેષ પળોમાં, શાળાના આચાર્ય રમેશકુમાર પટેલને શાળાની બન્ને શિક્ષિકા બહેનો નયનાબેન અને કૈલાસબેન દ્વારા સ્નેહપૂર્વક રાખડી બાંધવામાં આવી હતી.આ ઉજવણી દ્વારા બાળકોમાં ભારતીય સંસ્કૃતિ અને તહેવારોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું તેમજ સૌએ પરસ્પર ભાઈચારો અને સ્નેહ બનાવી રાખવાનો સંકલ્પ લીધો હતો.






