આજે ચોટીલા ખાતે રૂ. ૨.૨૧ કરોડના ખર્ચે તૈયાર થયેલા નવિન એસ.ટી.બસ સ્ટેન્ડનો લોકાર્પણ સમારોહ યોજાશે.
વેઇટિંગ રૂમ, કંટ્રોલ રૂમ, વોટર રૂમ, પાર્સલ રૂમ, સ્ટોલ, શૌચાલય, વિકલાંગ વ્યક્તિઓ માટે સ્પેશિયલ પ્રકારના શૌચાલય તથા સ્લોપીંગ રેમ્પ સહિતની સુવિધાઓ
તા.15/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
વેઇટિંગ રૂમ, કંટ્રોલ રૂમ, વોટર રૂમ, પાર્સલ રૂમ, સ્ટોલ, શૌચાલય, વિકલાંગ વ્યક્તિઓ માટે સ્પેશિયલ પ્રકારના શૌચાલય તથા સ્લોપીંગ રેમ્પ સહિતની સુવિધાઓ
આજે બુધવારે ચોટીલા ખાતે રૂ. ૨.૨૧ કરોડના ખર્ચે તૈયાર થયેલા નવિન એસ.ટી.બસ સ્ટેન્ડનો લોકાર્પણ સમારોહ યોજાશે આ સમારોહ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ, ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૦૪૩.૦૦ ચો.મી. જમીનમાં આશરે રૂ.૨.૨૧ કરોડના ખર્ચે આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચરયુક્ત નવિન બસ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે આ બસ સ્ટેન્ડમાં મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સહિત વેઇટિંગ રૂમ, કંટ્રોલ રૂમ, વોટર રૂમ, પાર્સલ રૂમ, સ્ટોલ, શૌચાલય, વિકલાંગ વ્યક્તિઓ માટે સ્પેશિયલ પ્રકારના શૌચાલય તથા સ્લોપીંગ રેમ્પ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.