BANASKANTHAGUJARATKANKREJ

કાંકરેજ ધારાસભ્યને થરેચા પરિવાર પ્રજાપતિ સમાજ દ્વારા આમંત્રણ આપ્યું..

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં થરા નગરનો વસવાટ થયો ત્યારથી થરેચા પરિવાર પ્રજાપતિ સમાજ ના કૂળદેવી શ્રી બ્રહ્માણી માતાજી

કાંકરેજ ધારાસભ્યને થરેચા પરિવાર પ્રજાપતિ સમાજ દ્વારા આમંત્રણ આપ્યું..

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં થરા નગરનો વસવાટ થયો ત્યારથી થરેચા પરિવાર પ્રજાપતિ સમાજ ના કૂળદેવી શ્રી બ્રહ્માણી માતાજીની નાની દેરી બનાવી સ્થાપના કરવામા આવેલ થોડા વર્ષો બાદ નાનું મઢ બનાવેલ નાના મઢમાંથી પરિવારના સહયોગથી તાજેતર માં મોટુ મંદિર બનાવેલ કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજી સહીત પાલખના દેવી દેવતાઓની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા આગામી સંવત ૨૦૮૧ ના માગસર સુદ-૩ ને બુધવાર તા.૦૪/૧૨/૨૦૨૪ તથા ગુરૂવાર તા.૦૫/૧૨/૨૦૨૪ એમ દ્વિ- દિવસીય ઉત્સવમાં હવન કુંડના મુખ્ય યજમાન ગં.સ્વ. ચંપાબેન કેશાભાઈ પ્રજાપતિ પરિવાર, દ્વિતીય હવન કુંડ સહાયક યજમાન પ્રજાપતિ રસીલાબેન રમેશભાઈ,તૃતીય હવન કુંડ પ્રજાપતિ હરગોવનભાઈ છગનભાઈ,ચતુર્થ હવન કુંડ પ્રજાપતિ અરજણભાઈ છગનભાઈ,પંચમ હવન કુંડ પ્રજાપતિ જયંતીભાઈ છગનભાઈ ના યજમાન પદે,શ્રી બ્રહ્માણી માતાજી ફોટો પ્રજાપતિ વાલીબેન રવજીભાઈ પરિવર, શ્રી ખોડિયાર માતાજી ફોટો સ્વ. કેશાબેન વાલાભાઈ પ્રજાપતિ પરિવાર,શ્રી સિકોતર માતાજી ફોટો ગં.સ્વ. સંતોકબેન મગનભાઈ પ્રજાપતિ પરિવર,શ્રી વીર મહારાજ ફોટો ગં.સ્વ. કંકુબેન રવજીભાઈ પ્રજાપતિ પરિવાર,શ્રી હનુમાનજી દાદાના ફોટો ગં.સ્વ.જબીબેન હરગોવનભાઈ પ્રજાપતિ પરિવારના યજમાન પદે શાસ્ત્રી નરેશકુમાર બી.જોષી (જ્યોતિષાચાર્ય-થરા) ના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે યજ્ઞ બાદ પ્રતિષ્ઠા કરવામાં આવશે ત્યારે આ પાવન અવસરે પધારવા સંતો મહંતો,રાજકીય, સામાજિક આગેવાનોને થરેચા પરિવાર પ્રજાપતિ સમાજ દ્વારા આમંત્રણ અપાઈ રહ્યું છે ત્યારે આજરોજ તા. ૧૬/૧૧/૨૦૨૪ ના રોજ કાંકરેજ તાલુકાના ધારાસભ્ય અમરતજી ઠાકોરને તેમના ચાંગા ફાર્મ હાઉસ ખાતે જઈ ને તથા ભાજપના વરિષ્ઠ આગેવાન એવમ તાણા ગામના પૂર્વ સરપંચ ગીરીશભાઈ પટેલને તેઓની ઓફિસે જઈ અરજણભાઈ પ્રજાપતિ, જોઈતાભાઈ પ્રજાપતિ,ભારૂભાઈ પ્રજાપતિ સહીત દરેક ભાઈઓએ પત્રિકા દ્વારા આમંત્રણ આપતાં સહર્ષ સ્વીકારી અનેરા અવસરે પધારવા ખાત્રી આપી છે.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. ૯૯૭૯૫ ૨૧૫૩૦

Back to top button
error: Content is protected !!