BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
અંકલેશ્વર: NH-48 પર ટેન્કર ડ્રાઇવરની લૂંટ માટે હત્યા:24 કલાક સુધી એક જ સ્થળે ઊભેલા ટેન્કરમાંથી 42 વર્ષીય ચાલકનો મૃતદેહ મળ્યો
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 પર યુપીએલ કંપની પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ટેન્કરની કેબિનમાંથી ડ્રાઇવરનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતક ડ્રાઇવરની ઓળખ ઉત્તર પ્રદેશના 42 વર્ષીય હોરીલાલ યાદવ તરીકે થઈ છે.
ટેન્કર 24 કલાકથી વધુ સમયથી એક જ સ્થળે ઊભું હોવાથી સ્થાનિકોને શંકા ગઈ હતી. તેમણે પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ અને ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી.
મૃતદેહ પર ઈજાના નિશાન મળ્યા છે. આરોપીએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ડ્રાઇવરનું લાયસન્સ અને અન્ય દસ્તાવેજો થોડે દૂરથી મળી આવ્યા છે.
પોલીસે FSL અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ કરી છે. પ્રાથમિક તપાસમાં લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાનું અનુમાન છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.