ભરૂચ RTO કચેરીમાં નવી સીરીઝ GJ-16-ED:1 એપ્રિલથી ટુ વ્હીલર નંબર માટે ઈ-ઓક્શન શરૂ થશે, 5 દિવસમાં બિડિંગ રકમ ભરવાની રહેશે
સમીર પટેલ, ભરૂચ
ભરૂચની સહાયક પ્રાદેશિક વાહન કચેરી દ્વારા ટુ વ્હીલર માટે નવી સીરીઝ GJ-16-ED શરૂ કરવામાં આવી રહી છે. આ સિરીઝના તમામ નંબર (0001થી 9999) માટે ઓનલાઈન ઈ-ઓક્શન યોજવામાં આવશે. વાહન માલિકો 1 એપ્રિલ સાંજે 4 વાગ્યાથી 3 એપ્રિલ સાંજે 3:59 વાગ્યા સુધી parivahan.gov.in/fancy પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. ઈ-ઓક્શનનું બિડિંગ 3 એપ્રિલે સાંજે 4 વાગ્યાથી શરૂ થશે. બિડિંગ 5 એપ્રિલે સાંજે 4 વાગ્યે પૂર્ણ થશે.
અરજદારોએ 6 એપ્રિલ સાંજે 4 વાગ્યા સુધીમાં ફોર્મ RTO કચેરી ભરૂચ ખાતે જમા કરાવવાનું રહેશે. સફળ બિડરોએ 5 દિવસમાં બિડિંગની રકમની રસીદ કચેરીમાં જમા કરાવવાની રહેશે. વાહન ખરીદીના 7 દિવસમાં CNA ફોર્મ વેબસાઈટ પર અપલોડ કરવું ફરજિયાત છે.
સિલ્વર અને ગોલ્ડન નંબર માટે બેઝ પ્રાઈસ નિર્ધારિત કરવામાં આવી છે. હરાજી પ્રક્રિયા દરમિયાન અરજદારો 1000ના ગુણાંકમાં બિડની રકમ વધારી શકશે. નિયત સમયમાં રકમની ચુકવણી ન થાય તો મૂળ રકમ જપ્ત કરી ફરીથી હરાજી કરવામાં આવશે.