GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ના પીંગળી ગામે નવચેતન વિદ્યા મંદિર ના 50 વર્ષ પુરા થતાં સુવર્ણ જયંતી વર્ષ ની ઉજવણી કરવામાં આવી

 

તારીખ ૧૯/૦૮/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના ગ્રામ્ય પંથકમાં આવેલી પીંગળી ગામે નવચેતન વિદ્યા કેળવણી મંડળ દ્વારા શ્રી નવચેતન વિદ્યા મંદિર ની સ્થાપના શાળા ના આદ્ય સ્થાપક સ્વ.અનસૂયા સુથાર અને રમેશચંદ્ર સુથાર એ સન ૧૯૭૫ માં શુભ શરૂઆત એક ભાડા ના મકાન માં કરી હતી અને નળિયા નું કાચુ માટી ગાર ના ઘર માં થી શિક્ષણના રથ ને આગળ ધપાવ્યો હતો જેને આજે પચાસ વર્ષ પુરા થતાં ભવ્ય સુવર્ણ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના ગામ પીંગળી ગામ ખાતે ગામનાં અગ્રગણ્ય વડીલો,સરપંચ અને અજોડ દાતા અસગર બાગબાન ની અધ્યક્ષતા હેઠળ કેક કાપી ને સૌ નું મીઠુ મો કરાવી જશ્ન મનાવી આનંદ છવાયો હતો આ પ્રસંગે દાતા એ સીસી ટીવી કેમેરા કુલ દસ નંગ દાન ભેટ આપી હતી અને બે ઠંડા પાણી ના કૂલર પણ ભેટ આપ્યા હતા જે બાબતે તેઓ કાયમી દાતા તરીકે જાહેર થયા હતા વધુ માં આ પૂર્વે પુર્વ સરપંચ સહિત અનેક પ્રકારની કામગીરી હાથ ધરાઇ હતી જે આજે સંસ્મરણો વાગોળ્યા હતા આ તબક્કે ટ્રસ્ટી મંડળ ઉપસ્થિત રહ્યા હતાં જેમાં સત્યમ સુથાર, સુભાસચંદ્ર સુથાર અને સમગ્ર મંડળ ના સભ્યો ગ્રામ જનો અને વિજયસિંહ સોલંકી સરપંચ, ડી. આર.સોલંકી બલેટીયા સરપંચ વિક્રમસિંહ સોલંકી ,કવિ વિજય વણકર- પત્રકાર,ગુતાલ શાળા ના આચાર્ય રાકેશ ઉપાધ્યાય અને સુરેલી ના આચાર્ય મનીષ સોલંકી હાજર આર.આર.સોલંકી હાજર રહ્યા હતા આચાર્ય સમીર શાહ દ્વારા અથાગ પ્રયત્નો કરી આ શાળા આગળ આવે તેવા પ્રયત્નો હાથ ધર્યા છે અને આ શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવી ને નિવૃત્ત થઈ ગયા છે તેવા તેમજ હાલ આ શાળા માં ફરજ બજાવી ને ધામગમન થયા છે એવાં શિક્ષકો ના સૌ પરીવાર ને આમંત્રિત કરી શોભા વધારી હતી જેમાં આ શાળા માં ભણેલા ગણેલા ભુતપુર્વ વિધ્યાર્થીઓ આજે શિક્ષક , વકીલ, ડૉકટર, એન્જિનિયર, વેટેનરી ડૉકટર, તો પ્રોફેસર, નર્સ, પેઈન્ટર અને સરપંચ સહિત રાજકિય પક્ષો માં પણ ઝંપલાવ્યું છે એવા પણ વિધ્યાર્થીઓ આ શાળા માં થી ભણી ગણીને તૈયાર થયા છે તો કવિ, લેખક પત્રકાર પણ આ શાળા માં ભણેલા ગણેલા ભુતપુર્વ વિધ્યાર્થીઓ આજે તૈયાર થયા છે વળી કેટલાક ઉત્તમ ખેતી માટે કૃષિ ક્ષેત્રમાં કાર્યરત છે ગ્રામ સેવક, તો પોલીસ અને પી. એસ. આઈ પણ બન્યા છે આ શાળા ના એક વિધાર્થી શહીદ થયા છે જેઓ ઠાકોર કિર્તનસિંહ. પી. જેઓ એ આ શાળા માં શિક્ષણ લીધુ હતું જે આ શહીદ વિર માટે આ શાળા દુઃખ વ્યકત કરે છે ત્યારે આ શાળા ના બાળકો ને પ્રેરણા મળે એવી વાતો કરી હતી સમગ્ર કાર્યક્રમ નું સંચાલન એચ.જી.ગોસાઈ એ કર્યું હતું.

Check Also
Close
Back to top button
error: Content is protected !!