પાટડીના ખેરવા આરોગ્ય કેન્દ્રના મેદાનમાં પાણી ભરાઈ જતા અહીં આવતા દર્દીઓ હેરાન પરેશાન
રસ્તા કરતા પીએચસી સંકુલનું લેવલ નીચુ હોવાથી સર્જાતી સમસ્યા
તા.25/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
રસ્તા કરતા પીએચસી સંકુલનું લેવલ નીચુ હોવાથી સર્જાતી સમસ્યા
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખેરવા સહિત આજુબાજુના 15થી 17 ગામોના લોકોના આરોગ્ય માટે જીવાદોરી સમાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેદાનમાં પાણી ભરાઈ જતા અહીં આવતા દર્દીઓ પરેશાન થયા છે આરોગ્ય કેન્દ્રના સંકુલનું લેવલ રસ્તા કરતા નીચુ હોય સામાન્ય વરસાદ પડતા જ સંકુલમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે પાટડી તાલુકાના ખેરવા ગામમાં પ્રવેશતા મેઇન હાઇવેને અડીને આવેલા લાખોના ખર્ચે બનેલા અત્યાધુનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખેરવા સહિત આજુ બાજુના 15થી 17 ગામના દર્દીઓ સારવાર અર્થે આવે છે પરંતુ લાખોના ખર્ચે બનાવેલુ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુખ્ય હાઈવેથી નીચાણવાળા વિસ્તારમા આવેલું હોવાથી ચોમાસામાં વરસાદી પાણીમાં ગરકાવ રહે છે આથી ચોમાસામાં ખેરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિતનો ખેરવાનો નીંચાણવાળો વિસ્તાર વરસાદી પાણીમાં ગરકાવ થઇ જતા ખેરવા સહિત આજુબાજુના ગામોમાંથી સારવાર અર્થે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવતા દર્દીઓની હાલત અત્યંત કફોડી બનવા પામે છે હાલમાં એક બાજુ ચાંદીપુરા વાયરસનો કહેર અને બીજી બાજુ દવાખાનામાં જ ચિક્કાર વરસાદી પાણીથી ગ્રામજનોમાં રોસની લાગણી ફેલાવા પામી છે આથી આ બાબતે તંત્ર દ્વારા તાકીદે આ વિસ્તારમાંથી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા હાથ ધરાય એવી વ્યાપક માંગ ઉઠવા પામી છે.