GUJARATHALOLPANCHMAHAL

યાત્રાધામ પાવાગઢ ખાતે ઉષા બેક્રો તેમજ NDRF ધ્વારા મોકડ્રીલ યોજાઈ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૪.૪.૨૦૨૫

સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે કાર્યરત રોપ – વે સર્વિસ ખાતે ઇમરજન્સી ના સમયે કરવામાં આવતી કામગીરીની ચકાસણી માટેની મોકડ્રીલ હાથ ધરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં પાવાગઢ ખાતે આવેલ રોપ- વે સેવા ખોટકાતા સવાર મુસાફરોનો કઈ રીતે બચાવ કરવો તથા તેમને રોપ- વે કેબિન માંથી સુરક્ષિત નીચે ઉતરવાની સ્ટાન્ડર્ડ ઓપરેશન પોલિસી ની ચકાસણી કરવામાં આવી હતી. આ મોકડ્રીલ જિલ્લા ડિઝસ્ટર એકમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તથા NDRF પવાગઢ રોપ- વે ખાતેની ઇમરજન્સી ક્વીક રિસપોન્સ ટીમ દ્વારા સાથે મળી આ મોકડ્રિલ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ,હાલોલ પ્રાંત કચેરી ની ટીમ,હાલોલ મામલતદાર ની ટીમ,પાવાગઢ પોલીસ ની ટીમ,હાલોલ ફાયર વિભાગ ની ટીમ,108 ઈમરજન્સી ટીમ, રોપવે ઇન્સ્પેક્ટર નડિયાદ તેમજ ગોધરા ઈલેક્ટ્રીકલ ઇન્સ્પેક્ટર તથા સ્થાનિક લોકો હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!