વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ
માંડવી, તા-26 મે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે ગૌરવવંતી ધરા કચ્છ પર પધાર્યા હતા. વડાપ્રધાનશ્રીને આવકારવા અને તેમની એક ઝલક મેળવવા સભાસ્થળે પણ અનેરો થનગનાટ જોવાં મળ્યો હતો. રોડ શો પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાનશ્રી ભુજ-મિરઝાપર રોડ ખાતે યોજાયેલા સભામંડપમાં પધાર્યા હતા. વડાપ્રધાનશ્રીએ ખુલ્લી જીપમાં સભા સ્થળે કચ્છી માડુઓનું અભિવાદન ઝીલતા પ્રવેશ કર્યો ત્યારે ‘વંદે માતરમ્’, તથા ‘ભારત માતા કી જય’ ના જયઘોષથી સમગ્ર વાતાવરણ ઉર્જાવાન બની ગયું હતું.