વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અબડાસા કચ્છ.
અબડાસા,તા : 25 મે કચ્છના સરહદી અબડાસા તાલુકામાં પુરતું અને શુદ્ધ પીવાના પાણીની જરૂરિયાત સંતોષવા માટે રૂ.૬૦ કરોડના ખર્ચે આકાર લેનારી “અબડાસા જૂથ સુધારણા યોજના”નું તા.૨૬મીએ ભુજ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ખાતમુહુર્ત કરીને તાલુકાના ૪૪ હજારથી વધુ લોકોની પીવાના પાણીની જરૂરીયાતનો માર્ગ મોકળો કરશે.અબડાસા જૂથ સુધારણા યોજના હેઠળ વિવિધ વ્યાસની પીવીસી/ડી.આઇ.પાઇપ લાઇન બીછાવવાની કામગીરી, કમિશનીંગ તેમજ અંડર ગ્રાઉન્ડ સમ્પ અને ઇએસઆરનું કામ, આર.સી.સી. પમ્પ હાઉસ, મિકેનીકલ કામ, આર.સી.સી કંપાઉન્ડ વોલ, આર.સી.સી. એપ્રોચ રોડ-પેવર બ્લોક અને તમામ સહાયક કામો તેમજ ૧૦ વર્ષના ઓપરેશન અને મેઇન્ટેન્સની કામગીરીનો સમાવેશ થાય છે. વડાપ્રધાન ના હસ્તે શિલાન્યાસ થનાર આ યોજના થકી ભવિષ્યમાં અબડાસા તાલુકાના ૩૩ ગામો અને ૭ પરાના ૪૪ હજારથી વધુ લોકોને પુરતા જથ્થામાં તથા શુદ્ધ પીવાનું પાણી નિયમિત મળી રહેશે. ઉલ્લેખનીય છે કે, ભુજ ખાતે તા.૨૬મી મેના ભુજ-મિરઝાપર રોડ પર યોજાનારા કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી રૂ.૫૩ હજાર કરોડથી વધુના કુલ ૩૩ વિકાસકામોની ગુજરાતને ભેટ આપશે. કચ્છ, મોરબી, જામનગર, અમરેલી, જુનાગઢ, ગીર-સોમનાથ, અમદાવાદ, તાપી તથા મહીસાગર જિલ્લાને સમાવતા વિકાસકામોનું વડાપ્રધાન ના હસ્તે ઇ-લોકાર્પણ તથા ઇ-ખાતમૂહુર્ત કરાશે.