સાબરકાંઠા જિલ્લામાં આવેલ સ્કુલો/કોલેજ/ કોચીંગ કલાસના આચાર્ય/સંચાલક તથા સ્કુલવાન /સ્કુલ બસ, સ્કુલ રીક્ષા ચલાવતા માલિક/ડ્રાઇવરોએ કેટલાક નિયમોનું પાલન કરવા માટે જિલ્લા કલેક્ટરશ્રીએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું
*સાબરકાંઠા જિલ્લામાં આવેલ સ્કુલો/કોલેજ/ કોચીંગ કલાસના આચાર્ય/સંચાલક તથા સ્કુલવાન /સ્કુલ બસ, સ્કુલ રીક્ષા ચલાવતા માલિક/ડ્રાઇવરોએ કેટલાક નિયમોનું પાલન કરવા માટે જિલ્લા કલેક્ટરશ્રીએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું*
……………….
*દરેક વાહનમાં પ્રાથમિક સારવારની પેટી બિનચૂક ફરજીયાત રાખવાની રહેશે*
……………………
વાહન વ્યવહાર કમિશનરશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગરના વંચાણે લીધેલ પરીપત્ર મુજબ શાળા/કોલેજ/કોચિંગ કલાસમાંથી બાળકોને લાવવા લઇ જવા વપરાશમાં લેવાતી સ્કુલ બસ તથા સ્કુલ વર્ધીની વાનમાં મુસાફરીમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા જરૂરી સુચનાઓ આપવા વાહન વ્યવહાર કમિશનરશ્રીની કચેરી તથા શિક્ષણ વિભાગ દ્વારા વખતો વખત સ્થાયી સુચનાઓ તથા પરિપત્રો અમલી બનાવેલ છે. વધુમાં CBSE બોર્ડ દ્રારા પણ બાળકોની સલામતી માટે જરૂરી સુચનાઓ આપવામાં આવી છે. જેથી સાબરકાંઠા જિલ્લામાં આવેલ સ્કુલોમાં વપરાશમાં લેવાતી સ્કુલ બસો, રીક્ષા, વાન વિગેરેને ઉપરોકત પરિપત્રની સુચનાઓના સમગ્ર તથા અર્થપૂર્ણ અમલવારી માટે નીચે પ્રમાણે સંકલિત સુચનાઓ બહાર પાડવી જરૂરી જણાય છે.
તેથી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી સાબરકાંઠા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973(1974 ના નં- 2ની) કલમ-144 અન્વયે મળેલ સત્તાની રૂએ સાબરકાંઠા જિલ્લામાં આવેલ સરકારી/ખાનગી સ્કુલો/કોલેજ/ કોચીંગ કલાસના આચાર્ય/સંચાલક તથા સ્કુલવાન /સ્કુલ બસ, સ્કુલ રીક્ષા ચલાવતા માલિક/ડ્રાઇવરોએ નીચે મુજબની સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
1. સ્કુલ બસ બાબતમાં સુચનાઓ
A. બસના બાહય ભાગ અંગે
(એ) ડ્રાઈવરની માહિતી (નામ, સરનામું. લાઈસન્સ નંબર, બૈજ નંબર) અને શાળાનો કે બસ માલિકનો ટેલીફોન હેલ્પલાઈન નંબર અને રજીસ્ટ્રેશન નંબર, વાહનની અંદરની અને બાહરની તરફ સ્પષ્ટ દેખાય તથા વંચાય તે રીતે કોન્ટ્રાસ્ટ રંગમાં દર્શાવેલ હોવા જોઈએ. તે બસમાં મુસાફર અને જાહેર જનતાને સ્પષ્ટ દેખાય તેવી રીતે લખેલ હોવું જોઈએ કે જેથી જરૂરીયાતનાં સમયે સ્કૂલ સત્તાવાળાઓ, પોલીસ કે અન્ય સત્તાધીકારીઓને માહિતગાર કરી શકાય.
B. બસના આંતરિક ભાગ અંગે:
(એ) બસની બારીઓ પર આડી પટ્ટીઓ અને જાળી હોવી જોઈશે.
(બી) બસના દરવાજા પર વિશ્વસનીય લૉક હોવા જોઈશે.
(સી) દરેક સ્કૂલ બસમાં આપાતકાલીન સમયે બહાર જવા માટેનો દરવાજો હોવો જ જોઈશે જે
જવાબદારી સ્કૂલ સત્તાવાળાઓએ સુનિશ્ચિત કરવાની રહેશે.
ડી) સ્કૂલ બસમાં સ્પીડગવર્નર લગાવેલ હોવું જોઈશે તેમજ તેની ગતિ મર્યાદા 40 કી.મી. પ્રતિ કલાકની રહેશે.
(ઈ) દરેક સ્કૂલ બસમાં ABC પ્રકારના ૫ કિલોની ક્ષમતાવાળા અને ISI પ્રમાણિત કરાયેલ હોય એવા બે અગ્નિશામક હોય એ સ્કૂલ સત્તાવાળાઓએ સુનિશ્વિત કરવાનું રહેશે. જેમાંથી એક ડ્રાઈવર કેબીનમાં અને બીજુ આપાતકાલીન દ્વાર પાસે રાખવું. જેના વપરાશ અંગેની તાલીમ ડ્રાઈવર, કંડકટર, એટેન્ડન્ટને આપેલ હોવી જોઈશે.
(એફ) સ્કૂલના બાળકોની સાવચેતી માટે સ્કૂલબસની બેઠકો બિન દહનશીલ પદાર્થમાંથી બનાવેલી હોવી જોઇશે.
(જી) GPS સીસ્ટમ અને CCTVની વ્યવસ્થા દરેક સ્કૂલ બસમાં ફરજીયાત હોવા જોઈશે. બસનાં માલિક તથાસરકારી/ખાનગી સ્કુલો/કોલેજ/કોચીંગ કલાસના આચાર્ય/સંચાલકે સુનિશ્વિત કરવાનું રહેશે કે લગાવેલ GPS અને CCTV હંમેશા કાર્યરત અવસ્થામાં જ રહે.
C. બસમાં સગવડ/સુવિધાઓ:
(એ) સ્કૂલ બસમાં એક પ્રાથમિક સારવાર પેટી રાખવાની રહેશે.
(બી) સ્કૂલ બસમં એલાર્મ બેલ/ઘંટડી અને મોટા અવાજ વાળું ધ્વનિસંકેત સાધન હોવા જોઈએ કે જેથી આપત્તિ કટોકટીના સમયે દરેકને ચેતવણી આપી શકાય/ચેતવી શકાય.
(સી) સ્કૂલ બસમાં પડદાં લગાવવા નહિ તેમજ કાચ પર ફિલ્મ લગાડવી નહિ.
(ડી) સ્કૂલ બસ જયારે રોડ પર જતી હોય ત્યારે અંદર થતી પ્રવૃત્તિઓ બહારથી દ્રશ્યમાન હોવી જોઈએ.
D. બસમાં બાળકોની સલામતી માટે મહત્વની સૂચનાઓ:
(એ) માન્યતા પ્રાપ્ત સ્કૂલોએ રાજ્ય વાહનવ્યવહાર વિભાગ દ્વારા સુચિત કરેલ માન્ય મંજુરી ન ધરાવતી તેમજ આવશ્યક શરતોનું પાલન ન કરતી બસ પછી તે, ભાડેથી લીધી હોય કે પોતાની માલિકીની બસ હોય. તેનો બાળકોને લાવવા લઇ જવા માટે ઉપયોગ ન કરવો.
(બી) મોટર વ્હિકલ એકટ 1988 પ્રમાણે સ્કૂલબસ અને સ્કૂલબસનાં મુસાફરોનો માન્ય વીમો, ટેક્ષ પરમીટ, પીયુસી, ફીટનેશ હોવા જોઈશે. ડ્રાઇવર પાસે અધિકૃત ડ્રાઇવીંગ લાયસન્સ હોવુ જોઈશે.
(સી) દર વર્ષે ડ્રાઇવરની શારીરિક તપાસ અને આંખોની તપાસ થવી જોઈશે અને અધિકૃત સત્તાધીશ પાસેથી મોટર વ્હીકલ એક્ટ – 1988માં જણાવ્યા પ્રમાણેનું શારીરિક સત્તાધીશ પાસેથી મોટર વ્હીકલ એક્ટ – 1988માં જણાવ્યા પ્રમાણેનું શારીરિક યોગ્યતા અંગેનું પ્રમાણપત્ર મેળવેલ હોવું જોઈશે.
(ડી) ખૂબ જ ઝડપી તેમજ ખતરનાક રીતે વાહન ચલાવવા માટે અથવા ઇન્ડિયન પિનલ કોડની કલમ – 279, 337, 338, 304એ અથવા POSCO (પોસ્કો) એક્ટ – 2012 હેઠળ અથવા અન્ય કોઈ ફોજદારી કાયદા હેઠળ ગુનાહિત કરેલ હોય, તેવા ડ્રાઇવરને સ્કૂલ સત્તાવાળાઓ કર્મચારી તરીકે રાખી શકશે નહીં.
(ઈ) ગુજરાત મોટર વ્હીકલ્સ રૂલ્સ, 1989 ના નિયમ 119 મુજબ જો વિદ્યાર્થીની ઉમર 12 વર્ષથી ઓછી હોય તો માન્યતા પ્રાપ્ત બેઠક ક્ષમતાના બમણાથી વધારે વિદ્યાર્થીઓનું વહન કરવું નહીં/બેસાડવા નહી.
(એફ) મોટર વ્હીકલ એક્ટ – 1988 મુજબ સ્કૂલ બસની રોડ પર ચલાવવા માટેની યોગ્યતા હોય તેવુ સ્કૂલબસની યોગ્યતા અંગેનું પ્રમાણપત્ર (ફીટનેશ) સમયાંતરે મેળવવાનું રહેશે.
(જી) જ્યાં સ્કૂલબસ ભાડે લેવામાં આવી હોય તો, સ્કૂલ સત્તાધિકારીઓએ માલિક સાથે માન્ય કરાર કરવો અને આ કરારની નકલ સ્કુલબસ ચલાવતા ડ્રાઈવરે સાથે રાખવી.
(એચ)વિદ્યાર્થીઓના નામ, ધોરણ, રહેઠાણનું સરનામું, બ્લડ ગ્રુપ, બસમાં ઉભા રહેવાના સ્થળો, માર્ગ 19 યોજના (રૂટપ્લાન)ની માહિતી/વિગતો ધરાવતું રેકર્ડ હંમેશા સ્કૂલબસ કંડક્ટર પાસે સ્કૂલબસમાં રાખવું જોઈશે.
(આઈ) સ્કૂલબસ ચલાવતી વખતે ડ્રાઇવર મોબાઈલ ફોનનો વપરાશ કરી શકશે નહીં અને વિદ્યાર્થી તેમજ સ્ટાફ સાથે વધારે પડતી ક્રિયાપ્રતિક્રિયા / વાર્તાલાપ કરી શકશે નહીં.
(જે) ડ્રાઈવરની ડ્રાઇવિંગ કુશળતામાં વધારો થાય તે માટે સમયાંતરે રિફ્રેસર તાલીમ આપવી. (વર્ષમાં બે વાર)
(કે) સ્કૂલ સત્તાધીશોએ દરેક સ્કૂલ બસમાં એક મોબાઈલ ફોન પુરો પાડવો કે જેથી આપત્તિના સમયે સ્કૂલબસનો સંપર્ક થઈ શકે અથવા ડ્રાઈવર કે કંડકટર પોલીસ, રાજ્ય સત્તાધીશો અને સ્કૂલ સત્તાધીશોનો સંપર્ક કરી શકે.
2. સ્કુલ વર્ધી માટે વપરાતી ઓટો રીક્ષા, વાન વગેરે માટે સુચનાઓ
(એ) શાળાના બાળકોને ઘેરથી લઈ જવા અને પરત લાવવા માટે થ્રી વ્હીલર પેસેન્જર ઓટો રીક્ષાઓ સાથે મારુતિ વાન વગેરે જેવા વાહનોનો મોટાપાયે ઉપયોગ થાય છે. (૧) આર.ટી.ઓ માન્ય સીટીંગ કેપીસીટીના ડબલ 12 વર્ષના બાળકો સુધીના પરંતુ 12 વર્ષથી ઉપર હોય તો આર.ટી.ઓ માન્ય કેપીસીટી જેટલા બાળકો બેસાડવાના રહેશે.
(બી) મોટર વ્હીકલ એકટ -1988 પ્રમાણે સ્કુલ વર્ધીનું વાહન અને તેમાં લાવવા લઇ જવાના વિદ્યાર્થીઓનો માન્ય વીમો, ટેક્ષ, પરમીટ, પી.યુ.સી. ફીટનેશ હોવો જોઇશે. ડ્રાઈવર પાસે અધિકૃત ડ્રાઇવીંગ લાયસન્સ હોવુ જોઇશે સ્કુલના બાળકોને ભાડેથી લઇ જવા દરેક વાહનની આગળ-પાછળ સ્કુલ રીક્ષા, સ્કુલ વાન એમ થથા પ્રસંગ સ્પષ્ટ અને મોટા અક્ષરે અવાય લખવું જોઈશે.
(સી) જો આ વાહન બાળકો માટે ભાડેથી ફરતું હોય તો તેની પર સ્કૂલવર્ધી એમ સ્પષ્ટ દેખાય તે પ્રમાણે લખવાનું રહેશે.
(ડી) દરેક વાહનમાં પ્રાથમિક સારવારની પેટી બિનચૂક ફરજીયાત રાખવાની રહેશે.
(ઇ) દરેક વાહનમાં જરૂરી અગ્નિશામક સાધનો ફરજીયાત રાખવાના રહેશે તથા તેના ઉપયોગ અંગેની તાલીમ ડ્રાઇવર,કંડકટરે મેળવેલ હોવી જોઇશે.
(એફ) આવા વાહન ઉપર તેના માલિકનું નામ અને ટેલીફોન નંબર અવાય લખેલા હોવા જોઈશે.
(જી) સ્કૂલવાનના બારણા સારી ગુણવત્તાવાળા તાળાઓથી બંધ કરવા જોઈશે.
(એચ) ઓટોરીક્ષામાં તથા વાનમાં ઉતારું કમ્પાર્ટમેન્ટ વધારાની બેઠક વ્યવસ્થા કરવાની રહેશે.
(આઈ) સીટ કુશન સાદી સપાટીવાળું હોવું જોઈએ. વાંકીચુકી સપાટીવાળું હોવું જોઈએ નહિ. CNG/LPG સિલીન્ડર ઉપર કોઈપણ જાતની સીટ કુશન કે પાટીયું રાખી બાળકોને બેસાડવા નહિ.
(જે) વાનમાં ઉતારું કમ્પાર્ટમેન્ટમાં બારીઓ એવી ડિઝાઈનવાળી જાળીથી કાયમી રીતે બંધ કરવાની રહેશે. કે જેથી જાળીમાંથી બાળકોનો કોઈ અવયવ બહાર આવી શકે નહિ.
(કે) આવું વાહન કલાકમાં 20 કી.મી. કરતા વધુ ઝડપે ચલાવી શકાશે નહિ.
(એલ) વાહનમાં બાળકોના દફતર ડાબી તથા જમણી બાજુએ બહાર લટકાવી શકાશે નહિ.
(એમ) વાહન ઉપર આગળની બાજુએ, ડાબી બાજુએ, જમણી બાજુએ તથા પાછળના ભાગમાં પીળા 7 બેકગ્રાઉન્ડઉપર લાલ રંગમાં સ્કુલ વાન શબ્દ ચિતરવાના રહેશે.
(એન) ડ્રાઈવરની સીટ ઉપર કોઈપણ બાળકને બેસાડી શકાશે નહિ.
(ઓ) સ્કુલ વાન/રીક્ષામાં બિનઅધિકૃત/આર.ટી.ઓમાં પાસીંગ થયા વગરની CNG/LPG કીટ વાપરી શકાશે નહી.
ઉપરોકત સુચનાઓની અમલવારી શાળા/કોલેજ/કોચીંગ કલાસના આચાર્ય/સંચાલક તથા બસ/રીક્ષા /વાનના માલીક તથા ડ્રાઇવરે કરવાની રહેશે.
આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ફોજદારી અધિનિયમ-1860ની કલમ-188 હેઠળ સજાને પાત્ર થશે. આ હુકમ અન્વયે હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના દરજ્જાના જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે
અહેવાલ:- પ્રતિક ભોઈ
રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૪ |કિડની પથરી અને પ્રોસ્ટેટ થી કઈ રીતે બચવું ? | Urology |Dr. Keyur Patel