ચૂંટણી પંચ દ્વારા ૮૭- વિસાવદર વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અન્વયે ૮૭- વિસાવદર વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી માટે મતદાન તારીખ ૧૯/૦૬/૨૦૨૫ ના રોજ યોજાનાર છે. ઉમેદવારી પત્રો તારીખ ૨૬/૫/૨૦૨૫ થી તારીખ ૨/૬/૨૦૨૫ સુધી સ્વીકારવામાં આવશે તથા તારીખ ૦૩/૦૬/૨૦૨૫ ના રોજ ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે.૮૭- વિસાવદર પેટા ચૂંટણી અન્વયે વિગતવાર કાર્યક્રમ જોઈએ તો ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું તારીખ ૨૬/૫/૨૦૨૫ ના રોજ બહાર પડશે. ઉમેદવારી પત્રો રજૂ કરવાની છેલ્લી તારીખ ૦૨/૦૬/૨૦૨૫ છે. ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ ૦૩/૦૬/૨૦૨૫ છે. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ ૦૫/૦૬/૨૦૨૫ છે. મતદાનની તારીખ ૧૯/૦૬/૨૦૨૫ છે. મતદાનનો સમય સવારના ૦૭ થી સાંજના ૦૬ વાગ્યા સુધીનો રહેશે. મતગણતરી તારીખ ૨૩/૦૬/૨૦૨૫ ના યોજાશે.ઉમેદવાર કે તેમના ચૂંટણી એજન્ટ ઉમેદવારી ફોર્મ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી, વિસાવદર, જૂનાગઢ, વિસાવદર રોડ, માંડાવડ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર વિસાવદર, કાર્ટ પાસેની તેમની કચેરીમાં તારીખ ૦૨/૦૬/૨૦૨૫ સુધીમાં (જાહેર રજાના દિવસો સિવાય) સવારના ૧૧ થી બપોરના ૦૩ કલાક સુધીમાં રજૂ કરી શકશે. પ્રતિક ફાળવણી તારીખ ૦૫/૦૬/૨૦૨૫ બપોરના ૦૩ કલાક પછી શરૂ કરવામાં આવશે. આ ચૂંટણીમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન તથા વીવીપેટ મશીનનો ઉપયોગ થનાર છે. એમ ૮૭- વિસાવદર વિધાનસભા મતવિસ્તાર ચૂંટણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારી વિસાવદરશ્રી સી.પી.હિરવાણીયાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે