ચીખલી મા×મ પેટા વિભાગએ વાહનવ્યવહાર સરળતાને ધ્યાને રાખીને માર્ગોથી ઝાડ–ઘાસ દૂર કરવાની કામગીરી શરૂ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના (માર્ગ અને મકાન) પેટા વિભાગ, ચીખલી હસ્તક આવતા વિવિધ માર્ગોમાં હાલ કામગીરી પ્રગતિ હેઠળ છે. જાહેર સુરક્ષા તેમજ લોકોનો માર્ગ પરનો અવરજવર સરળતાથી મળી રહે તે માટે નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી, (માર્ગ અને મકાન) પેટા વિભાગ, ચીખલી દ્વારા સણવલ્લા ટાંકલ રાનકુવા રૂમલા કરંજવેરી રોડ, ખેરગામ બહેજ વડપાડા પાર્ટી રોડ સહિતના મુખ્ય માર્ગો પર તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરી અંતર્ગત રસ્તાની ડામર સપાટી, સાઈડ સોલ્ડર અને માર્ગકાંઠે ઊગી આવેલી ઝાડ–પાંદડા–ઘાસ જેવી અવરોધક વનસ્પતિને દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મશીનરી તથા માનવીય શક્તિ બંનેનો ઉપયોગ કરીને માર્ગ પર પડતા અવરોધોને દૂર કરવામાં આવી રહ્યા છે, જેથી વાહનવ્યવહાર વધુ સુરક્ષિત અને નિયમિત બની શકે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા જાહેર જનતાને કામગીરી દરમ્યાન સહયોગ કરવાનું જણાવેલ છે




