વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ.
માંડવી,તા-04 જૂન : આપણે વૃક્ષો વાવી વધારીશું ઓક્સિજન.જળ છે તો જ છે સજીવ સૃષ્ટિનું જીવન,આપણે વરસાદી પાણીનું કરીશું સંગ્રહન.લીલાવૃક્ષો તો છે ધરતી માનો શણગાર,આપણે એની ખૂબ કરવી પડશે દરકાર. પશુ – પંખી તો છે સજીવસૃષ્ટિની જાન,આપણે એની જાળવણી નું લઈશું પ્રણ.જમીન તો છે જીવસૃષ્ટિનું નિવાસસ્થાન,આપણે ધરાનું નહીં થવા દઈએ પતન.જંગલો તો છે સર્વે સજીવસૃષ્ટિની શાન,આપણે એનું નહીં થવા દઈએ નિકંદન.પર્યાવરણ તો છે સર્વે જીવસૃષ્ટિનું ધન,વિના પર્યાવરણ સર્વ જીવસૃષ્ટિ નિર્ધન.“નિશુ”કહે સૌ કરીશું પર્યાવરણનું જતન,તો અમ પૃથ્વી રહેશે યુગોયુગ સજીવન.
નિશા ભરતભાઈ ઠાકર (નિશુ),શ્રી ચુનડી પ્રાથમિક શાળા