અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
શામળાજી સહિત મેઘરજ મા ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો, શામળાજી ખાતે રસ્તા પર નદીઓ જેવો માહોલ
હવામાનની આગાહીના પગલે અરવલ્લી જિલ્લાની અંદર બપોરના સમયે ફરી એકવાર વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો સાથે શામળાજી પંથકની અંદર કમોસમી વરસાદ વરસ્યો હતો તો બીજી બાજુ મેઘરજ શહેરની અંદર પણ કમોસમી વરસાદ વરસ્યો હતો શામળાજીની અંદર રસ્તાઓ ઉપર નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા. હાલ પણ હવામાન વિભાગ ધ્વારા આવતીકાલ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદને પગલે ક્યાંક ખેડૂતો ને ઉનાળુ ખેતી પાકમાં નુકશાન વેઠવાની ભીતિ સેવાઈ રહી છે