વેદ સહિતના શાસ્ત્રોના સંશોધન જીગ્નાસુઓ માટે ભેંટ ગણાશે

- શ્રી શારદાપીઠ કોલેજ-દ્વારકાના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. વિનુ વાજાનાં સંશોધન પ્રોજેક્ટ વેદ આદિ શસ્ત્રો અને સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર, સંવર્ધન અને સંરક્ષણ સંશોધન પ્રોજેક્ટ માટે ૧૩ લાખની કરાઇ મંજુર
૦૦૦૦૦૦
સંસ્કૃત ભાષાનું સંશોધન અને શિક્ષણ ભારતીય અને વૈશ્વિક જ્ઞાનમાં યોગદાન આપે છે- કુલપતિ પ્રો.(ડો.) પ્રતાપસિંહજી ચૈાહાણ
જૂનાગઢ
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી-જૂનાગઢ સંલગ્ન શ્રી શારદાપીઠ કોલેજ – દ્વારકાના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. વિનુભાઇ વાજા દ્વારા પ્રસ્તુત સંશોધન પ્રોજેક્ટને સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી- દિલ્લી દ્વારા મંજૂર કરી અથર્વવેદમાં વર્ણિત કૃષિ વિષયક મંત્રોનું ભારતીય જ્ઞાન પરંપરાની દૃષ્ટિએ સંપાદન અને સરળ સંસ્કૃત, હિન્દી તથા ગુજરાતી ભાષામાં અનુવાદ કરવા અંગે આ સંશોધન પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. 3 વર્ષ દરમિયાન રૂ.૧૩ લાખની ધનરાશિ આ પ્ર્રોજેક્ટ માટે મંજૂર કરવામાં આવી છે.
ભારત સરકાર દ્વારા સંસ્થાપિત સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી-દિલ્લી દ્વારા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન શ્રી શારદાપીઠ કોલેજ-દ્વારકાના સંસ્કૃત વિભાગના અધ્યક્ષ અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. વિનુ વાજાને અથર્વવેદમાં વર્ણિત કૃષિ વિષયક મંત્રોનું ભારતીય જ્ઞાન પરંપરાની દૃષ્ટિએ સંપાદન અને સરળ સંસ્કૃત, હિન્દી તથા ગુજરાતી ભાષામાં અનુવાદ કરવા અંગે આ સંશોધન પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. તે વાતને બિરદાવતા ભક્તકવિ “ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડો.) પ્રતાપસિંહજી ચૈાહાણે જણાવ્યુ હતુ કે અધ્યાપકો અને વિદ્યાર્થીઓ આવી જ રીતે સંશોધનના ક્ષેત્રમાં અવિરત કાર્યરત રહે, ભવ્ય સિદ્ધિઓ હાંસલ કરતાં રહે તે જ યુનિવર્સિટીનું ધ્યેય છે.” કુલપતિશ્રી પ્રો. ડો. પ્રતાપસિંહ ચૌહાણે શ્રી શારદાપીઠ કોલેજ પરીવારને બીરદાવતા જણાવ્યુ હતુ કે સંસ્કૃત એ ભારતની પ્રાચીન અને પવિત્ર ભાષાઓમાંની એક હોય ભારતની સાંસ્કૃતિક, ધાર્મિક, ધાર્મિક અને વૈજ્ઞાનિક પરંપરાઓનું મહત્વપૂર્ણ અંગ છે. સંસ્કૃત આપણા સંસ્કૃતિ, શિષ્ય પરંપરા અને વૈદિક વિદ્યા નું ધન છે અને તેનો અભ્યાસ આપણને ભારતની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખાણ આપે છે
શ્રી શારદાપીઠ કોલેજ દ્વારકાના પ્રિન્સીપાલ ડો. સંદીપ એ. વાઢેરના હકારાત્મક સહકાર અને સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડો. વિનુ વાજાના પ્રયાસોથી મળેલ સિધ્ધી ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી માટે ગૌરવ રૂપ છે. ઉલ્લેખનીય છે કે, ભારતવર્ષની દિવ્ય અને ભવ્ય ધરોહર વેદ આદિ શસ્ત્રો અને સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર, સંવર્ધન અને સંરક્ષણ માટે સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી (CSU) દિલ્લી દ્વારા આ સંશોધન પ્રોજેકટ મંજૂર કરવામાં આવતાં હોય છે જેમાં સમગ્ર દેશ અને વિદેશ માંથી અરજીઓ આવતી હોય છે તે અંતર્ગત ગુજરાતનાં માત્ર બે પ્રોજેકટને મંજૂરી આપવામાં આવી જેમાં પ્રસ્તુત પ્રોજેકટ સામેલ છે.
ડો. વિનુ વાજાએ જણાવ્યુ હતુ કે ભારતવર્ષની દિવ્ય-ભવ્ય ધરોહર એવા ચાર વેદોમાંના એક અથર્વવેદના પ્રાકૃતિક – કૃષિવિષયક મંત્રોનું ભારતીય જ્ઞાન પરંપરાના આલોકમાં સંપાદન અને લોકભોગ્ય સરળ સંસ્કૃત-હિન્દી-ગુજરાતી એમ ત્રણ ભાષામાં અનુવાદ કરવામાં આવશે.
૦૦૦૦૦૦૦૦૦
રિગાર્ડઝ
ભરત જી. ભોગાયતા
પત્રકાર (ગવર્મેંટ એક્રેડેટ)
જામનગર
B.sc.,Ll.b.+special,DNY(aayu uni.), journalisom (hindi)
8758659878
bhogayatabharat@gmail.com




