પાણેથા સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવ ભક્તિસભર માહોલમાં યોજાયો
..
ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પાણેથા ગામના સ્વામિનારાયણ મંદિર ખાતે ગામના સત્સંગ સમાજ દ્વારા સંપ્રદાયના પારંપારિક શાકોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વડતાલ રઘુવીર વાડી એથી ધર્મકૂળના ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદ મહારાજ સંતો પાર્સદોનું આગમન થતાં સામૈયું શોભાયાત્રા સ્વામિનારાયણ ભગવાનના જયઘોષ સાથે નિકળી સત્સંગ સભા સ્થળે પહોંચી હતી .પ્રારંભમાં સર્વમંગલ સ્વામીજીએ પ્રવચન કરતા ઉત્સવનો મહિમા સવિસ્તર સમજાવતા કથા,વાર્તા,કીર્તન,કરી આત્મ કલ્યાણ કરવું નિત્ય મંદિર દર્શનાર્થે જવું શ્રીજી મહારાજના આદેશ મુજબ ભક્તિના પથ પર ચાલવા જણાવ્યું હતું ભક્ત સૂરા ખાચર દંપતિ ના સહયોગથી શાકોત્સવમાં ૬૦ મણ રીંગણનું શાક ૧૨ મણ ઘી થી કર્યો હતો તે ઉત્સવની ઉજવણી સત્સંગ સમાજને આજે પણ ભીજવી રહી છે.અંતે મહા આરતી તેમજ મહા પ્રસાદી બાદ કાર્યક્રમ સંપન્ન થયો હતો.
ઈરફાનખત્રી
રાજપારડી