અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
વાત્સલ્યમ સમાચારના અહેવાલની ધારદાર અસર
અરવલ્લી : એક તાલુકાની ભ્રષ્ટ અધિકારીની દ્વારા કાર્યકર બહેનો પાસેથી ઉઘરાવેલી રકમ,૭ કાર્યકરોને પરત મળી:સૂત્રો
અરવલ્લી જિલ્લા પંચાયત હસ્તકના વિભાગો માં ભ્રષ્ટાચાર ચરમ સીમાએ પહોંચ્યો છે.એ પછી સિંચાઈ,આઇ.સી.ડી.એસ,આરોગ્ય,માર્ગ અને મકાન,શિક્ષણ, વનવિભાગ સહિત અન્ય વિભાગોમાં ઉચ્ય અધિકારીઓના આશીર્વાદથી ભ્રષ્ટ બાબુઓ બેફામ બન્યા છે.જિલ્લાના એક જાગૃત નાગરિકે ટેલિફોનિક માહિતી આપતા જણાવ્યું હતું કે,આંગણવાડી કાર્યકર દીઠ રૂ.2500નું ઉઘરાણું કારવામાં આવ્યું હોવાના આક્ષેપ નો અહેવાલ પ્રસિધ્ધ કરતા પહેલા જિલ્લા વિકાસ અધિકારી ને ધ્યાને દોરવમા આવ્યું હતું.તેઓએ સંતોષાકારક જવાબ આપતા જણાવ્યું હતું કે,ચોક્કસ માહિતી મળશે તો તપાસ કરવાનું જણાવ્યું હતું.
જિલ્લાના એક જાગૃત નાગરિકે માહિતી આપતા જણાવ્યુ હતું કે 150 જેટલી આંગણવાડી કાર્યકરો દીઠ રૂ.500 થી લઇ ને 700 જેટલી રકમ દર મહિને ઉઘરાવવામાં આવતી હતી,આ વખતે તો 2500 રૂપિયા જેટલી રકમનું ઉઘરાણુ કરતા પહેલા,જેને ઉઘરાવ્યા એમને એમ પણ કહ્યું હતું કે,અમારે ઉપર સુધી આપવા પડે છે,અને બધાને સાચવવા પડે છે.આવા આક્ષેપોનો અહેવાલ વાત્સલ્યમ સમાચારમાં પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો.આ અહેવાલ બાદ તેની અસર જોવા મળી હતી. સૂત્રોએ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે,૭ જેટલા કાર્યકરો ને ઉઘરાવેલી રકમ પરત આપવા માટે મજબૂર બનવું પડ્યું છે.જે કાર્યકર બહેનોને રકમ પાછી મળી છે એમને ગર્ભિત ચીમકી આપવામાં આવી હોવાના આક્ષેપની માહિતી પ્રાપ્ત થઈ હતી.અરવલ્લી જિલ્લાના 12 ઘટકોમાં મોટા ભાગના સુપરવાઈઝર CDPO નો ચાર્જ સંભાળી રહ્યા છે.કાયમી CDPOની નિમણુંક ન થતા ભ્રષ્ટાચાર ખૂલીને બહાર આવી રહ્યો ની પણ લોક ચર્ચાએ ચર્ચાઈ રહ્યું છે.