GUJARATJAMNAGAR CITY/ TALUKO

જામનગરની સરકારી કન્યા વિદ્યાલયના બોર્ડના ઝળહળતા પરીણામો

*શ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલનું ધો.૧૦ માં રાજ્ય અને જિલ્લા કરતાં પણ ઊંચું પરિણામ*

*શિક્ષકો અને વિદ્યાર્થીનીઓના અથાગ પરિશ્રમ થકી શાળાએ મેળવ્યું ૮૬.૬૩% જેટલું ઉત્કૃષ્ટ પરિણામ*

 

જામનગર (ભરત ભોગાયતા)

 

‘કોશિશ કરને વાલો કી કભી હાર નહી હોતી’ એ સૂત્રને સાર્થક કરતી મા શ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કુલની વિદ્યાર્થીનીઓએ એસ.એસ.સી. બોર્ડમાં ૮૬.૬૩% જેટલું ઉચ્ચ પરિણામ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. જ્યાં વિદ્યાર્થીનીઓ વિનામુલ્યે એટલે કે કોઈ પણ પ્રકારની ફી ભર્યા વગર શિક્ષણ મેળવે છે, એવી મા. શ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કુલની વિદ્યાર્થીનીઓનું ગુજરાત બોર્ડનું માર્ચ-૨૦૨૫ નું ધો.૧૦ બોર્ડની પરીક્ષાનું ઉત્કૃષ્ટ પરિણામ આવતાં સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીનીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

માર્ચ-૨૦૨૫ માં સમગ્ર રાજ્યનું પરિણામ ૮૩.૦૮% તેમજ જામનગર જિલ્લાનું પરિણામ ૮૫.૫૫% આવ્યું છે.ત્યારે સજુબા હાઇસ્કુલનું પરિણામ ૮૬.૬૩% આવેલ જે રાજ્ય અને જિલ્લાના પરિણામ કરતાં ઊંચું આવેલ છે.

છેલ્લાં પાંચ વર્ષમાં એસ.એસ.સી.ના આવેલ પરિણામોમાં સર્વ શ્રેષ્ઠ પરિણામ માર્ચ-૨૦૨૫નું મળતા શાળાના આચાર્યાશ્રી  બીનાબેન દવે, સમગ્ર સ્ટાફ તેમજ વિદ્યાર્થીનીઓ આનંદની લાગણી અનુભવે છે. ગત વર્ષનું એસ.એસ.સી.નું પરિણામ ૮૦.૯૨ % પરિણામ હતું જે આ વર્ષે ૬% જેટલું વધુ આવેલ છે. જે સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓની મહેનતને કારણે શક્ય બન્યું છે.

ધો.૧૦ માં માર્ચ-૨૫ના આવેલ પરિણામમાં શાળાની ૦૩ વિદ્યાર્થીનીઓએ A1 ગ્રેડ જ્યારે 8 વિદ્યાર્થીનીઓએ A2 ગ્રેડ મેળવેલ છે.જેમાં કણઝારીયા ઈતિશા વિનોદભાઈ ૯૭.૨૭ PR સાથે બેઝીક ગણિતમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવેલ છે.રસ્તોગી રિયા બીપીનભાઈએ ૯૬.૩૬ PR તેમજ રાઠોડ સુઝેન મુકેશભાઈએ ૯૬.૫૦ સાથે ગણિતમાં ૧૦૦ માંથી ૯૯ ગુણ મેળવેલ છે.
000000

Back to top button
error: Content is protected !!